બનાસકાંઠામાં કમોસમી વરસાદની આગાહીને લઇ ડિઝાસ્ટર વિભાગ એલર્ટ બન્યું છે. તા. 5 અને 6 માર્ચ આમ બે દિવસ કમોસમી વરસાદની આગાહીના પગલે ડીસા એપીએમસી દ્વારા વેપારીઓને માલસામાન સલામત સ્થળે ખસેડવા તાકીદ કરવામાં આવી છે.
બનાસકાંઠા જિલ્લામાં ડિઝાસ્ટર વિભાગ દ્વારા આગામી તા.5 અને 6 માર્ચે કમોસમી વરસાદની આગાહીને લઈ સાવચેતીના પગલાં લેવા સૂચના પત્ર જાહેર કર્યો છે. જેમાં ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરના 1 માર્ચ-2023 ના ઈમેલ પત્રની વિગતે બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી હોઇ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓમાં ખુલ્લા રાખવામાં આવેલ અનાજ તેમજ ખુલ્લા રાખવામાં આવેલ અનાજની બોરીઓ વરસાદથી પલળીને અનાજ બગડી ન જાય તેની સાવચેતી રાખવા તમામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, સબ સેન્ટરોમાં તેમજ અનાજ ભરેલી બોરીઓ પરિવહન દરમિયાન પલળી ન જાય તે અંગેની સુચના ડિઝાસ્ટર વિભાગ દ્વારા આપવામાં આવી છે. જેથી વેપારી મથક ડીસા એપીએમસીના સેક્રેટરી એ.એન.જોષીએ ડીસા અને ભીલડીના વેપારીઓને કમોસમી વરસાદ પહેલાં સાવચેતી રાખવા માટે ખાસ તાકીદ કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.