રજા હોવાથી જાનહાનિ ટળી:ડીસામાં જૂની સીટી સર્વે કચેરીની છતના પોપડા ઉખડ્યા; તાત્કાલિક અસરથી રીનોવેશનની કામગીરી કરાવવા લોકોની માગ

ડીસાએક મહિનો પહેલા

ડીસામાં જુની સીટી સર્વે કચેરીના છતના પોપડા પડ્યા હોવાની ઘટના સામે આવી છે. જોકે તહેવારોના કારણે રજા હોઈ જાનહાની ટળી હતી. તાત્કાલિક અસરથી જુની સીટી સર્વે કચેરીનું રીનોવેશનની કામગીરી કરાવવામાં આવે તેવી લોકોની માગ છે.

રજા હોવાથી જાનહાની ટળી
છેલ્લા કેટલાય સમયથી ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં અનેક સરકારી કચેરીઓ જર્જરીત હાલતમાં છે. જેમાં આજે વર્ષો જુની જર્જરીત સીટી સર્વે કચેરીના છતના પોપડા તુટી નીચે પડ્યા હતા. જો કે આજે રજાનો દિવસ હોઈ જાનહાનિ ટળી હતી. જુની સીટી સર્વે કચેરીનો પ્રવેશદ્વાર પર છતના પોપડા પડતાં લોકોમાં ભારે ભયનો માહોલ ફેલાયો છે. થોડા મહીના પહેલા જૂની સીટી સર્વે કચેરીને સરકાર દ્વારા બનાવેલ નવી સીટી સર્વે કચેરીમાં ટ્રાન્સફર કરવામાં આવી છે. ત્યારથી આ સીટી સર્વે કચેરી બંઘ હાલતમાં પડી છે‌. પરંતુ જુની સીટી સર્વે કચેરીની બિલ્ડીંગ અત્યારે જર્જરીત હાલતમાં છે. જેમાં રોજબરોજ આધાર કાર્ડ કઢાવવા માટે અરજદારોની ભીડ જોવા લાગતી હોય છે. પરંતુ આજે રજાનો દિવસ હોવાથી છતના પોપડા તુટી પડવાથી મોટી જાનહાનિ ટળતા આસપાસ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો અને તાત્કાલિક અસરથી જુની સીટી સર્વે કચેરીનું રીનોવેશનની કામગીરી કરાવવામાં આવે તેવી લોકોની માગ છે.

અન્ય સમાચારો પણ છે...