કાર્યવાહી:ડીસામાં સ્વચ્છતા અંગે 481 વેપારીઓને નોટિસ

ડીસા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વેપારી સ્વચ્છતાના નિયમોનો ભંગ કરાશે તો તેમના લાઇસન્સ રદ કરવાની તાકીદ

ડીસા નગરપાલિકા દ્વારા દિવાળીના તહેવારોને ધ્યાને લઈ શહેર સ્વચ્છ અને સુંદર બને તે માટે પાલિકાના મુખ્ય બજાર વિસ્તારોમાં સ્વચ્છતાના નિયમોનો ભંગ કરતા 481 વેપારીઓને નોટિસ પાઠવી હતી સંપૂર્ણ સ્વચ્છતા જાળવવા તાકીદ કરી હતી.

ડીસા શહેરના મુખ્ય બજાર વિસ્તારો, કોમર્શિયલ ઝોન અને જાહેર રસ્તા ઉપર વેપારીઓ, હોટલ નાસ્તા ગૃહોના સંચાલકો તેમજ લારીગલ્લા, ફેરિયાઓ દ્વારા જાહેરમાં કચરો નાખી ગંદકી ફેલાવવામાં આવતી હોવાનું ધ્યાને આવતા આગામી દિવાળીના તહેવારો દરમિયાન શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે અને શહેર સુંદર બને તે માટે ગંદકી ફેલાવતા વેપારીઓને નોટિસો પાઠવવામાં આવી છે.

પાલિકાના ચીફ ઓફિસર પાંચાભાઇ માળીના જણાવ્યા મુજબ, શહેરના મુખ્ય બજાર વિસ્તારોમાં વેપારીઓ પોતાનો કચરો બહાર ન નાખે તેમજ દુકાનનો માલ સામાન બહાર ગોઠવી પબ્લિકને નડતરરૂપ ન બને તેમજ હોટલ નાસ્તા ગૃહોના સંચાલકો સ્વચ્છતા જાળવે અને તેઓનો વધેલો માલ એંઠવાડ જાહેર રસ્તા પર ન ફેકે તેમજ લારી ગલ્લાવાળાઓ પણ ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે અસ્તવ્યસ્ત ન ઊભા રહે તે માટે પાલિકા દ્વારા કુલ 481 વેપારીઓને નોટિસો પાઠવવામાં આવી છે.

નોટિસમાં સ્વચ્છતાના નિયમોનો ભંગ કરાશે તો પાલિકા દ્વારા શું પગલાં લેવાશે તેનો પણ ઉલ્લેખ કરાયેલો છે. તેમજ કોઈ વેપારી દ્વારા વારંવાર સ્વચ્છતાના નિયમોનો ભંગ કરાશે તો તેમના લાઇસન્સ રદ કરવાની જોગવાઈ પણ નોટિસમાં હોવાનું તેમણે જણાવ્યું હતું. નોટિસ પાઠવવાનો હેતુ વેપારીઓ પોતાની રીતે સ્વચ્છતા જાળવે અને શહેર સ્વચ્છ તેમજ સુંદર બને તે માટે વેપારીઓ અને લોકોનો સહિયારો પ્રયાસ થાય તે માટે વેપારીઓને તાકીદ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...