કાર ડમ્પર સાથે અથડાઈ:ડીસા ભીલડી હાઇવે પર MPના મંત્રીની કારને અકસ્માત નડ્યો; પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

ડીસા11 દિવસ પહેલા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રવાસમાં ફરી રહેલા મધ્યપ્રદેશના મંત્રીની કારને ડીસા ભીલડી હાઇવે પર અકસ્માત નડ્યો હતો. જોકે મંત્રીનો સદનસીબે બચાવ થયો હતો, જ્યારે કારને નુકસાન થયું હતું.

પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
બનાસકાંઠા જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીમાં પ્રચારની કમાન સંભાળવા આવેલા મધ્યપ્રદેશના મંત્રી સારંગ વિશ્વાસ આજે સાંજના સુમારે ઇનોવા કારમાં કાંકરેજથી ડીસા તરફ આવી રહ્યાં હતા. તે દરમિયાન ડીસા ભીલડી નેશનલ હાઈવે પર તેમની કાર ડમ્પર સાથે અથડાઈ હતી. અકસ્માત થતા લોકોના ટોળેટોળા એકત્ર થયા હતા. ભીલડી પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી. અકસ્માતમાં મંત્રી સારંગ વિશ્વાસ તેમજ તેમની ટીમનો બચાવ થયો હતો, જોકે કારને નુકસાન થયું હતું. આ અંગે ભીલડી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...