કાર્યવાહી:ડીસા તાલુકામાં અલગ-અલગ સ્થળેથી બે લાખ ઉપરાંતનો વિદેશી દારૂ ઝડપાયો

ડીસા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 1176 બોટલ તેમજ વાહનો મળી રૂ.12 લાખનો મુદામાલ જપ્ત

એલસીબીએ ડીસા તાલુકા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં દારૂ જુગાર બાબતે પેટ્રોલિંગ દરમિયાન જુદા જુદા વિસ્તારમાંથી બે લાખ ઉપરાંતનો વિદેશી દારૂ ઝડપી પાડી દારૂ અને વાહન મળી રૂ.12.26 લાખનો મુદામાલ જપ્ત કરી ઝડપાયેલા આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ડીસા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં એલસીબી પોલીસ દ્વારા દારૂ જુગારની બદીને નેસ્ત નાબુદ કરવા માટે સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે.

તે દરમિયાન એલસીબી પોલીસએ બાતમીના આધારે ડીસાના ગલાલપુરા, સમૌ અને ભડથ નજીકથી ત્રણ જેટલા વાહનો ઝડપી પાડયા હતા અને તેમાંથી વિદેશી દારૂની અલગ-અલગ બોટલ મળી કુલ રૂ.1176 દારૂની બોટલો કબજે લઈ તેમજ દારૂ સાથે ત્રણ કાર મળી રૂ.કુલ 12,26,195 નો મુદામાલ જપ્ત કરી દારૂની હેરાફેરી કરતા ઉદેશીહ દોલભા વાઘેલા (રહે.ઉંબરી, તા.કાકરેજ), રમેશશિહ વકતુંભા સોલંકી (રહે.ખીમત,તા. ધાનેરા), પકુંભા વિક્રમસિંહ સોલંકી (રહે.કબોઈ, તા.કાકરેજ), રવિન્દ્ર ભગારામ દેવાસી, કલ્યાણસિંહ રણસિંહ રાજપૂત, જીતેન્દ્ર ભૂપારામ દેવાસી, હિમતભાઈ તેમજ એક અજાણ્યા શખસ વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...