ભાજપથી કંટાળી AAPમાં જોડાયાનું નિવેદન:ડીસામાં રિટાયર્ડ DYSP સહિત 15થી વધુ આદિવાસી આગેવાનો આપમાં જોડાયા; બનાસકાંઠામાં તમામ સીટો જીતાડવા લોકોને અપીલ કરી

ડીસાએક મહિનો પહેલા

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ની તારીખો જાહેર થઈ ગઈ છે. ત્યારે હાલમાં એકબીજા પક્ષમાં જોડાવવાની જાણે મોસમ ચાલી રહી હોય એવું દેખાઈ રહ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં પણ રિટાયર્ડ DYSP સહિત 15 જેટલા આદિવાસી આગેવાનોએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે અને ગુજરાતમાં 1.10 કરોડ આદિવાસીઓના હિતની રક્ષા કરતી આપ પાર્ટીને જીતાડવા લોકોને અપીલ પણ કરી છે.

70 વર્ષના શાસનમાં કોઈ જ આદિવાસી સમાજનો વિકાસ થયો નથી- મહેન્દ્ર બુમડીયા
દાંતા વિસ્તારના વતની અને રિટાયર્ડ DYSP મહેન્દ્ર બુમડીયા સહિત 15 જેટલા આદિવાસી સમાજના આગેવાનો આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. ભાજપના શાસનથી કંટાળી તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. ભાજપના નેતાઓ અનપઢ હોવાની સાથે સાથે જો કોઈ અવાજ ઉઠાવે તો તેની સામે ખોટા કેસો અને પાસા જેવા ગંભીર ગુનાઓમાં ફસાવી દેતા હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા. ભાજપના શાસનમાં ભ્રષ્ટાચાર, મોંઘવારી અને બેરોજગારીએ માઝા મૂકી છે અને ભાજપના 27 અને કોંગ્રેસના 70 વર્ષના શાસનમાં કોઈ જ આદિવાસી સમાજનો વિકાસ થયો નથી.

લોકો હવે ભાજપ અને કોંગ્રેસને ઓળખી ગયા છે- રમેશ પટેલ
જેથી કંટાળીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હોવાનું જણાવ્યું હતું. આજે મહેન્દ્રભાઈ બુમડીયા સહિત 15 જેટલા આદિવાસી આગેવાનોએ ડીસામાં આપના ઉમેદવાર ડૉ. રમેશ પટેલ અને ભેમા ચૌધરીના હસ્તે ખેસ પહેરી ગુજરાતની 1.10 કરોડ આદિવાસીઓના હિતની રક્ષા કરતી આપ પાર્ટીની બનાસકાંઠામાં તમામ સીટો જીતાડવા માટે લોકોને અપીલ કરી હતી. આ અંગે આપના આગેવાન ડૉ. રમેશ પટેલે જણાવ્યું હતું કે લોકો હવે ભાજપ અને કોંગ્રેસને ઓળખી ગયા છે. જેથી લોકો આપ પાર્ટીમાં જોડાઈ રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...