ચાઈનીઝ દોરીના વેચાણ મામલે 6 ફરિયાદ:ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે સિઝનેબલ વેપારીઓ સાથે બેઠક; વેપારીઓને પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ ન કરવા કડક સૂચના

ડીસા22 દિવસ પહેલા

ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે આજે સિઝનેબલ વેપારીઓની બેઠક યોજાઇ હતી. જેમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ ન કરવા માટે વેપારીઓને પોલીસે કડક સૂચના આપી હતી અને જો દોરીનું વેચાણ કરતા પકડાશે તો તેની સામે કડક કાર્યવાહી કરવા જણાવ્યું હતુ.

ઉતરાયણ પર્વને આડે હવે ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે અબોલ પક્ષીઓ અને બાઈક ચાલકો માટે ઘાતક એવી ચાઈનીઝ દોરીના વેચાણ પર સમગ્ર રાજ્યમાં પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. તેમ છતાં પણ કેટલાક વેપારીઓ પૈસા કમાવવાની લ્હાયમાં ચાઈનીઝ દોરીનું વેચાણ કરી રહ્યા છે. જેની સામે આ વખતે પોલીસે પણ કમર કસી છે અને આજે ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે સીઝનેબલ વેપારીઓની બેઠક યોજાઇ હતી. જેમાં પોલીસે વેપારીઓને ચાઈનીઝ દોરીનું વેચાણ ન કરવા માટે સૂચના આપી હતી. તેમ છતાં પણ પ્રતિબંધિત દોરીનું કોઈ વેચાણ કરશે. તો તેની સામે કડક કાર્યવાહી કરવા માટે જણાવ્યું હતુ.

ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી ડીસા શહેરમાં ચાઈનીઝ દોરીનું ખરીદ વેચાણ કરતાં પોલીસે છ જેટલા ગુનાઓ નોંધ્યા છે. તેમ છતાં પણ કેટલાક વેપારીઓ હજુ પણ ચાઈનીઝ દોરીનું વેચાણ કરે છે. જેથી પોલીસે વેપારીઓને માનવતા ખાતર પણ પ્રતિબંધિત દોરી ન વેચવા અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...