ડીસા શહેર ઉત્તર પોલીસે વરલી મટકાના જુગારના કેસમાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી જેલના હવાલે કર્યો છે. અઠવાડિયા અગાઉ એક રહેણાંક મકાનમાંથી જુગાર રમતા કુલ 5 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ હતી.
ડીસામાં અઠવાડિયા અગાઉ ઉત્તર પોલીસ સ્ટેશનના PI વી.એમ.ચૌધરીને ખાનગી રાહે માહિતી મળતા ગુલબાણી નગર ભાગ 1 માં રહેતા ભરત મોદીના મકાનમાં તપાસ હાથ ધરી હતી. જ્યાં બંધ મકાનમાં તપાસ કરતા મકાન માલિક ભરત મોદી, કનૈયાલાલ મોચી, દિલીપ ઠાકોર અને મહેન્દ્ર પરમાર વરલી મટકાના આંક ફરકનો જુગાર રમતા ઝડપાઇ ગયા હતા. જેમની પૂછપરછ કરતા રાજુ સેવંતીલાલ મોદી ઉફે રાજુ બેટરીનું નામ પણ સામે આવ્યું હતું. જેથી પોલીસે મકાન માલિક સહિત ચાર શખ્સોની અટકાયત કરી હતી. તેમજ આરોપીઓ પાસેથી ટેબલેટ, મોબાઈલ, બાઈક, હિસાબ લખેલી ડાયરીઓ, આંકડા લખેલી ચિઠ્ઠીઓ, જુગારનું સાહિત્ય અને રોકડ સહિત 90,233 રૂપિયાનો મુદ્દા માલ જપ્ત કર્યો હતો. જ્યારે અઠવાડિયાથી નાસતા ફરતા પાંચમા આરોપી રાજુ મોદીને પોલીસે બગીચા સર્કલ પાસેથી ઝડપી પાડી જેલના હવાલે કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.