લવ જેહાદના વિરોધમાં બંધનું એલાન:ડીસામાં આવતીકાલે હિન્દુ સમાજ દ્વારા લવ જેહાદના વિરોધમાં વિશાળ રેલી; વેપારીઓ, યુવાનો, ખેડૂતો સહિત 5 હજારથી વધુ લોકો જોડાશે

ડીસા25 દિવસ પહેલા

ડીસામાં આવતીકાલે હિન્દૂ સમાજ દ્વારા લવ જેહાદના વિરોધમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે. માલગઢમાં પરિવારનું ધર્મપરિવર્તન કરી પૈસાની માંગણીને લઈને હિન્દૂ સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. જેને લઇને આવતીકાલે યોજાનારી મહારેલીમાં 5 હજારથી વધુ લોકો જોડાશે.

સમગ્ર માળી સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો
ડીસાના માલગઢ ગામે માળી સમાજના પરિવારનું ધર્મ પરિવર્તન કરી વિધર્મીઓ દ્વારા રૂપિયા 25 લાખની માગણી કરાતાં પરિવારના મોભીએ આપઘાતની કોશિશ કર્યા બાદ સમગ્ર માળી સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. જો કે પોલીસે કેટલા આરોપીઓની ધરપકડ પણ કરી હતી. પરંતુ ધર્મ પરિવર્તન કરેલ પરિવાર હજુ સુધી મળી ન આવતા માળી સમાજ સહિત સમગ્ર જિલ્લામાં હિન્દુ સમાજમાં રોષની લાગણી ફેલાઈ હતી અને ડીસા સહિત સમગ્ર જિલ્લા ભરના લોકો ડીસામાં મહારેલીમાં જોડાશે અને ડીસા બંધના એલાનમાં વિવિધ વેપારીઓએ સમર્થન આપ્યું છે. આ સાથે ડીસા ગંજબજાર ડીસા શાક માર્કેટ અને કોલ્ડ સ્ટોરેજ એસોસિએશન, કાપડ, સુવર્ણકાર સહિત વિવિધ એસોસિયેશન સહિત ધાર્મિક, સામાજિક અને યુવા સંગઠનો, રાજકીય આગેવાનો પણ આ મહારેલીમાં જોડાશે.

પરિવારને પરત લાવવાની માંગ સાથે આવેદનપત્ર અપાશે
આ રેલીમાં જિલ્લાભરના ગામડાઓમાંથી લગભગ 200થી વધુ ટ્રેક્ટરો લઈને લોકો ડીસા મહારેલીમાં જોડાશે. જો કે વહીવટી તંત્ર દ્વારા અને પોલીસ દ્વારા ચાપતો બંદોબસ્ત પણ ગોઠવી દેવાશે. જો કે આ રેલીમાં 5 હજારથી વધુ લોકો જોડાય તેવું આયોજન પણ કરાયું છે. બેનરો સાથે અને વિધર્મીઓના વિરોધમાં સૂત્રોચ્ચાર કરતાં રેલી સવારે દસ વાગ્યે સાંઈબાબા મંદિરથી શહેરના માર્ગો પર ફરી નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપશે અને વિધર્મીઓ સામે કડક કાર્યવાહી કરવા સાથે ફાંસીની સજા આપવા સહિત ધર્મ પરિવર્તન થયેલ પરિવારને પરત લાવવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...