ચાઈનીઝ દોરી વેચી તો ગયા!:ડીસામાં પ્રતિબંધ ચાઇનીઝ દોરી વેંચતો શખ્સ ઝડપાયો; 230 ફિરકીઓ જપ્ત કરી આઇપીસી 188 મુજબ કાર્યવાહી હાથ ધરી

ડીસા25 દિવસ પહેલા

બનાસકાંઠા જિલ્લામાં ચાઈનીઝ દોરી અને પતંગ પર પ્રતિબંધ મુકાયો હોવા છતાં તેનું અનેક જગ્યાએ વેચાણ થઈ રહ્યું છે. ત્યારે બનાસકાંઠા એસ.ઓ.જીની ટીમ આ જાહેરનામાનો અમલ કરાવવા મેદાને ઉતરી છે. જેમા આજે ડીસામાં ચાઈનીઝ દોરી વેચતા એક શખ્સને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

ડીસામાં આગામી મકરસંક્રાંતિનાં પર્વને અનુલક્ષીને પતંગ-દોરીનાં વેપારીઓ અને તેના ગ્રાહકો લોકો માટે જીવલેણ બની રહેતી ચાઇનીઝ-પ્લાસ્ટીક દોરી અને ચાઇનીઝ તુક્કલો-પતંગ વેચવા કે ખરીદવા પર બનાસકાંઠા જિલ્લા પ્રશાસને જાહેરનામા દ્વારા પ્રતિબંધ મુક્યો છે. તેમ છતાં ડીસામાં તેનું ધુમ વેચાણ થઇ રહ્યું છે. જે અંગે માહિતી મળતા જ બનાસકાંઠા એસ.ઓ.જી. પોલીસને મળેલી બાતમી આધારે ડીસાના રાણપુર રોડ પર રિજમેનટ વિસ્તારમાં પતંગ દોરીનો ધંધો કરતાં જયદીપ માજીરાણાને ત્યાં તપાસ કરી હતી. તપાસ દરમિયાન તેની લારીમાંથી ચાઇનીઝ દોરીની 230 જેટલી ફીરકી અને 23 બોક્સ જપ્ત કર્યા હતા. આ અંગે ડીસા શહેર ઉત્તર પોલીસે ચાઈનીઝ દોરી વેચનાર જયદીપ સામે આઇ.પી.સી. 188 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...