ડીસામાં આઈડી મેળવી મોબાઈલમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા શખ્સ ને એલસીબીએ ઝડપી પાડ્યો છે. પોલીસે સટ્ટો રમનાર અને આઈડી આપનાર સહિત બે લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠા જિલ્લા પોલીસ છેલ્લા ઘણા સમયથી જુગાર સહિતની પ્રવૃત્તિઓને ડામવા માટે કમર કસી રહી છે. તે દરમિયાન ડીસામાં બગીચા સર્કલ પાસેથી રમેશ રાઠોડ નામના શખ્સને મોબાઈલમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો. જેની પ્રાથમિક પૂછપરછ કરતા તેને ભરત ઠક્કર નામના વ્યક્તિ પાસેથી BLISSEXCH.COM નામની આઈડી મેળવી હતી અને આઈડી મેળવી તેના મોબાઇલમાં ભારત- શ્રીલંકાની મેચ પર સટ્ટો રમી રહ્યો હતો. જેથી પોલીસે મોબાઈલ સહિત રમેશ રાઠોડની અટકાયત કરી છે અને સટ્ટો રમનાર અને આઈડી આપનાર બંને લોકો સામે ગુન્હો નોંધી ડીસા શહેર ઉત્તર પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.