લમ્પિ વાયરસથી બચવા દેશી ઉપચાર:ડીસામાં લંપી વાયરસ કહેર મચાવ્યો, જય બહુચર ગૌસેવા ગ્રુપે પશુઓને આયુર્વેદિક લાડુ ખવડાવ્યા

ડીસા19 દિવસ પહેલા

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં લંપી વાયરસ કહેર મચાવી રહ્યો છે. ત્યારે ડીસાના ગ્રામીણ વિસ્તારોમાં લંબી વાયરસથી બચાવવા માટે જય બહુચર ગૌ સેવા ગ્રુપે વિવિધ ઔષધીઓના દેશી આયુર્વેદિક લાડુ ઘરે-ઘરે જઈ પશુઓને ખવડાવ્યા હતા સાથે જ પશુપાલકોને જાગૃત પણ કર્યા હતા.

ઘરે ઘરે જઈ પશુઓને લાડુ ખવડાવવામાં આવી રહ્યા છે
ડીસામાં લંપી વાયરસ સંક્રમિત પશુઓની સંખ્યા વધી રહી છે. જેથી પશુપાલકોમાં પણ ભય ફેલાયો છે. તેવામાં ડીસાની જય બહુચર ગૌ સેવા ગ્રુપે પશુઓને આ વાયરસથી બચાવવા માટે સેવાકીય અભિયાન હાથ ધર્યું છે. ગ્રુપના સભ્યોએ ઘી, ગોળ, ઘઉનો ભેયડુ, તુલસીનું પાણી, મરી, કાળુ જીરું અને હલ્દી સહિતની ઔષધીઓનું મિશ્રણ કરી આયુર્વેદિક લાડુ બનાવ્યા છે અને આ આયુર્વેદિક લાડુ તેમજ લંપી વાયરસની ગોળીઓ ઘરે ઘરે અને ખેતરે ખેતરે ફરી પશુઓને ખવડાવી રહ્યાં છે. સાથે પશુપાલકોને પશુઓને સ્વચ્છ જગ્યાએ રાખવા માટે અને કોઈપણ પ્રકારની બીમારી જણાય તો તાત્કાલિક નજીકના પશુ સારવાર કેન્દ્રમાં લઈ જવા માટે અથવા પશુ ડોક્ટરનો સંપર્ક કરવા માટે માહિતી આપી જાગૃત કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...