ઉગ્ર આંદોલનની ચીમકી:ડીસામાં LIC કર્મચારીઓ વિવિધ માંગણીઓને લઈ ધરણા પર બેઠા; ટૂંક સમયમાં માંગણીઓ સ્વીકારવા માંગ

ડીસાએક મહિનો પહેલા

ડીસામાં આજે LICના કર્મચારીઓ વિવિધ માંગણીઓને લઈ ધરણા પર બેઠા હતા અને જ્યાં સુધી તેમની માગણીઓ નહીં સ્વીકારાય ત્યાં સુધી આઇઆરડીએ સામે તેમની આ લડત ચાલુ રહેશે તેવી ચીમકી કર્મચારીઓએ ઉચ્ચારી હતી.

ડીસામાં LIC ના કર્મચારીઓ આજે તેમની પડતર માંગણીઓને લઈ ધરણા પર બેસી જઈ વિરોધ દર્શાવ્યો હતો. ગ્રાહકોના બોનસ વધારવા માટે, જૂની નવી પોલીસી પર જીએસટી રદ કરવા અને એજન્ટોને વધુ મેડીક્લેમ મળવો જોઈએ તે સહિત વિવિધ પડતર માગણીઓને લઈ કર્મચારી મંડળે વારંવાર ઉચ્ચ સ્તરે રજૂઆત કરી હતી. જોકે આ અંગે કોઈ જ ઉકેલ ન આવતા આખરે કંટાળેલા કર્મચારીઓ આજે ઓફિસનું કામકાજ બંધ રાખી ધરણા પર બેસી ગયા હતા. ડીસાની LIC ઓફિસમાં કામ કરતા 150 કર્મચારીઓ પણ ધરણા બેસી આઇઆરડીએ સામે વિરોધ દર્શાવ્યો હતો. આ અંગે કર્મચારી ચંપકલાલ જોશી એ જણાવ્યું હતું કે, અમારી પડતર માંગણીઓની રજુઆત બાદ પણ ઉકેલ ન આવતા આઈઆરડીએ સામે અમે વિરોધ દર્શાવીએ છીએ અને જો મારી માંગણીઓ નહીં સ્વીકારાય તો આગામી સમયમાં હજુ પણ વધુ ઉગ્ર આંદોલન કરીશું.

અન્ય સમાચારો પણ છે...