દારૂ ભરેલી કાર ઝડપાઇ:ડીસા પાસેથી LCBની ટીમે દારૂ અને કાર સહિત 5.42 લાખનો મુદામાલ જપ્ત કર્યો, કાર ચાલકની અટકાયત કરવામાં આવી

ડીસા2 મહિનો પહેલા

ડીસા પાસેથી ફરી દારૂ ભરેલી કાર ઝડપાઇ હોવાની ઘટના સામે આવી છે. પોલીસે દારૂ અને કાર સહિત 5.42 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જ્યારે કાર ચાલકની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

જિલ્લા એલસીબીની ટીમે ડીસા ધાનેરા રોડ પરથી ફરી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. જિલ્લા એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે સમયે ધાનેરાથી ડીસા તરફ દારૂ ભરેલી કાર આવી રહી હોવાની માહિતી મળતા જ ટેટોડા પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન એક શંકાસ્પદ કાર આવી રહેલી જણાતા તેને થોભાવી તલાસી લીધી હતી અને કારમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે કાર ચાલક માંગીલાલ વિશ્ર્નોઇની અટકાયત કરી હતી. જ્યારે દારૂના જથ્થા સાથે કુલ 5.42 લાખ રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો હતો. ડીસા રૂરલ પોલીસે કાર ચાલક સામે પ્રોહિબિશન એકટ મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...