લઠ્ઠાકાંડ બાદ સમગ્ર ગુજરાતમાં તંત્ર સફાળુ જાગ્યું છે અને દારૂબંધીના કડક અમલ માટેના પ્રયાસો થઈ રહ્યા છે. ત્યારે બનાસકાંઠામાં ડીસા તાલુકાના જુના નેસડા ગામના લોકોએ દારૂ અને અફીણ જેવા વ્યસનોને સામૂહિક તિલાંજલિ આપી છે.
ઉલ્લંઘન બદલ કડક સજા કરાશે
ડીસા તાલુકાના જુના નેસડા ગામ 6500થી વધુની જન સંખ્યા ધરાવતું ગામ છે. જેમાં ચાતુર્માસ ગાળવા માટે પુજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય તપોરત્ન સુરીશ્વરજી મહારાજ સાહેબ આવ્યા છે. જેઓ વ્યસન મુક્તિનું અભિયાન પણ ચલાવી રહ્યા છે અને બનાસકાંઠા જિલ્લાને વ્યસન મુક્ત બનાવવા માટેનો એક નિર્ધાર પણ કરેલ છે. જે અંતર્ગત જુના નેસડા ગામે તેમના વ્યાખ્યાન દરમિયાન ગામના વડીલો , આગેવાનો , સરપંચ અને યુવક મંડળના સભ્યો ભેગા મળીને મહારાજ સાહેબની સાક્ષીમાં દારૂ તેમજ ગામના વેપારીઓએ દારુનો ગોળ , ગુટકા- તમાકુ , પાન-બીડી નું વેચાણ બંધ કરવાનો સંકલ્પ લીધો હતો. સાથે સાથે એક હજારથી વધુ લોકોએ સાથે મળી મરણ અને લગ્ન પ્રસંગે અફિણ અને ડોડા પીવાના રીવાજને પણ સામુહિક તીલાજંલી આપી હતી. જેનું ગામજનોને સંપૂર્ણ પાલન કરવાનું રહશે. જો ગામનો કોઈ વ્યક્તિ ઉલંઘન કરતો માલુમ પડશે તો તેની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે, તેમ આગેવાનોએ જાહેરમાં કહ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.