સમસ્યા:ડીસાના ઈન્દિરાનગર-ધૂળિયા કોટ વિસ્તારમાં રસ્તા પર ગટરનું પાણી રેલાતાં રહીશો હેરાન

ડીસા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રજૂઆતો કરવા છતાં પાલિકા દ્વારા આ સમસ્યાનો નિકાલ કરાયો નથી

ડીસા શહેરના વોર્ડ નંબર-1 વિસ્તારમાં આવેલ ધૂળિયા કોટ વિસ્તારમાં છેલ્લા 10 દિવસથી ગટરનું પાણી રસ્તા પર ઊભરાઇ રહ્યું છે. જેના કારણે બાળકો પણ બીમાર થયા છે,પરંતુ આજદિન સુધી પાલિકા દ્વારા આ સમસ્યાનો નિકાલ કરાયો નથી. આથી રોષે ભરાયેલી મહિલાઓએ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી.

મહિલાઓએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં દુર્ગંધ એટલી ભયંકર છે કે લોકોને રસોઈ કરવી પણ મુશ્કેલ બની છે. સદસ્યોને રજૂઆત કરવા છતાં પાણીનો કોઈ નિકાલ કરાયો નથી. મહિલાઓએ જણાવ્યું હતું કે ચૂંટણી હતી ત્યારે ભાજપના સદસ્યો વોટ લેવા માટે આવ્યા હતા અને તમામ સમસ્યાઓનો નિકાલ લાવવાની બાંહેધરી આપી હતી.

પરંતુ ચૂંટણી પત્યા બાદ આ વિસ્તારમાંથી કોર્પોરેટરો જીતીને જતા રહ્યા છે અને હજુ સુધી અમારા વિસ્તારની મુલાકાતે પણ આવ્યા નથી. 10 દિવસથી અમારા વિસ્તારમાં ગંદુ પાણી ઉભરાઈ રહી છે.આથી તાત્કાલિક ધોરણે અમારા વિસ્તારની કોર્પોરેટરો દ્વારા મુલાકાત લેવામાં આવે અને ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...