હુમલો:ડીસાના નાગફણાની પટેલપુરામાં ડેરીના ગ્રાહકે હિસાબ માગતાં મંત્રીનો હુમલો

ડીસા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાલુકા પોલીસ મથકે દૂધ ડેરીના મંત્રી સહિત બે સામે ફરિયાદ

ડીસા તાલુકાના નાગફણા ગામે આવેલ પટેલપુરા દૂધ મંડળીના ગ્રાહકે મંત્રી પાસે ભાવફેરનો હિસાબ માંગતા ડેરીના મંત્રી અને તેના ભાઈએ બે યુવકો ઉપર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ડીસા તાલુકા પોલીસ મથકે બે શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે.

નાગફણા ગામના પંકજભાઈ ભૂરાભાઈ ગુજોર (દેસાઈ) શનિવારે સવારે દસેક વાગ્યાના સુમારે પટેલપુરા નાગફણા દૂધ મંડળીના મંત્રી સહદેવભાઈ ચૌધરીને ભાવફેરના હિસાબ માટે ફોન કર્યો હતો. આથી મંત્રી સહદેવભાઈ ચૌધરીએ દૂધ ડેરીએ રૂબરૂ આવવાનું કહેતાં પંકજભાઈ ભુરાભાઈ ગુજોર અને મુકેશભાઈ મફાભાઈ ગુજોર ડેરીએ પહોંચી હિસાબ માટે રજૂઆત કરી હતી.

આથી સહદેવભાઈ ચૌધરી અને ભુરાભાઈ ચૌધરી અચાનક જ ઉશ્કેરાઈ જઈ પંકજભાઈ ગુજોરને અપશબ્દો બોલતા પંકજભાઈએ અપશબ્દો બોલવાની ના પાડતા સહદેવભાઈ ચૌધરી અને ભુરાભાઈ ચૌધરીએ ભેગા મળી પંકજભાઈ અને મુકેશભાઈ ગુજોરને ગડદા પાટુનો માર મારવામાં આવ્યો હતો.

આથી પંકજભાઈ અને મુકેશભાઇએ બુમો પાડતા આસપાસના અન્ય લોકો દોડી આવી મારમાંથી છોડાવ્યા હતા અને બન્ને જણાએ જતા જતા કહેલ કે હવે દૂધ ભરાવવા આવશો તો જીવતા નહિ જવા દઈએ તેમ ધમકી આપી ત્યાંથી જતા રહ્યાં હતાં. આ અંગે પકજભાઇ ભુરાભાઈ ગુજોરએ ડીસા તાલુકા પોલીસ મથકે સહદેવભાઈ રગનાથભાઈ ચૌધરી અને ભુરાભાઈ રગનાથભાઈ ચૌધરી (બન્ને રહે.પટેલપુરા, નાગફણા, તા. ડીસા) વિરુદ્ધ ફરિયાદ નોંધવાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ એએસઆઈ પરેશભાઈ ચૌધરી ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...