ડીસાના લોધાવાસ વિસ્તારમાં મિલકત બાબતે મોટા પુત્રએ માતા અને નાના ભાઈ પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં સામસામે મારામારી થતાં માતા સહિત ચાર લોકોને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા.
મિલકત બાબતે વારંવાર ઝઘડો કરે છે
ડીસાના લોધાવાસમાં રત્ના રમેશભાઈ લોધા તેમના નાના પુત્ર ગોવાભાઈ સાથે રહે છે અને મોટો પુત્ર નીતિનભાઈ તેમના પરિવાર સાથે અલગ રહે છે. પરંતુ મોટા પુત્ર નીતિનને જુદુ આપવા છતાં પણ માતાના મકાનમાં ભાગ બાબતે અવારનવાર બોલાચાલી થતી હતી. એ મિલકત પણ તેમને મળવી જોઈએ તે બાબતે વારંવાર ઝઘડો કરતા હતા. તે દરમિયાન ગઈકાલે સાંજે તેમની પત્ની પુષ્પાબેન સાથે તેઓ પાઇપ અને લાકડી લઈને માતાના ઘરે આવ્યા હતા. મિલકત બાબતે બબાલ કરી મકાનમાં તોડફોડ કરી હતી.
સામસામે મારામારીમાં ચાર લોકો ઇજાગ્રસ્ત
જ્યારે તેમની માતા અને નાનો ભાઈ રોકવા જતા સામ સામે મારામારી થઈ હતી. જેમાં માતાને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને સામસામે મારામારીમાં ચાર લોકો ઇજાગ્રસ્ત થતા સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બાબતે ઇજાગ્રસ્ત રત્નાબેને જણાવ્યું હતું કે, મોટા પુત્રને જુદુ આપવા છતાં પણ તેઓ વારંવાર અમારા ઘરે આવે છે અને મકાન બાબતે ઝઘડો કરે છે. આજે પણ નીતિન તેની પત્ની સાથે આવી ઝગડો કરી મારામારી કરી હતી. આ મામલે અગાઉ પોલીસ ફરિયાદ કરી હતી પરંતુ તેનો કોઈ ઉકેલ આવતો નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.