• Gujarati News
  • Local
  • Gujarat
  • Banaskantha
  • Deesa
  • In Front Of Bhildi Community Health Centre, Two Feet Of Water Fills Up, And As The Center Is Situated In A Low lying Area, Water From The Entire Village Accumulates Here.

તંત્રની બેદરકારીથી લોકો પરેશાન:ભીલડી સામુહિક આરોગ્ય કેન્દ્ર આગળ બે ફૂટ પાણી ભરાતાં હાલાકી, કેન્દ્ર નીચાણમાં આવેલું હોવાથી આખા ગામનું પાણી અહીં જમા થાય છે

ડીસા17 દિવસ પહેલા
  • સારવાર માટે આવતા દર્દીઓને પણ રોગચાળાની ભીતિ સેવાઇ રહી છે
  • ભરાઈ રહેતા પાણીના નિકાલ માટે કાયમી વ્યવસ્થા કરવામાં આવી તેવી ગ્રામજનોની માંગ

ડીસા તાલુકાના ભીલડી આરોગ્ય કેન્દ્ર આગળ બે ફૂટ પાણી ભરાતા દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. નીચાણવાળા વિસ્તારમાં બનેલું હોવાથી આખા ગામનું પાણી સામુહિક આરોગ્ય કેન્દ્ર પાસે જ ભરાય છે જેના કારણે સારવાર માટે આવતા દર્દીઓને પણ રોગચાળાની ભીતિ સેવાઇ રહી છે.

પાણીના નિકાલ માટે કાયમી વ્યવસ્થા કરવામાં આવી તેવી માંગ
ડીસા તાલુકાના ભીલડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર આગળ છેલ્લા ત્રણ દિવસથી બે ફૂટ જેટલું પાણી ભરાયું છે. દર વર્ષે ચોમાસામાં સામૂહિક આરોગ્ય કેન્દ્રની આ જ સ્થિતિ સર્જાય છે. કારણકે સામુહિક આરોગ્ય કેન્દ્ર નીચાણવાળા વિસ્તારમાં આવેલું હોવાથી આખા ગામનું પાણી અહીં આવીને જમા થાય છે અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર આગળ જ તળાવ જેવી સ્થિતિ સર્જાય છે. આરોગ્ય કેન્દ્રનો પ્રવેશદ્વાર પણ પાણીમાં ગરકાવ થઈ ગયો હોવાથી અહીં આવતા દર્દીઓને સારવાર માટે કઈ રીતે દવાખાનામાં જવું તે પણ એક મોટી સમસ્યા સર્જાઇ છે. સતત પાણી જમા રહેતા અહીં આવતા દર્દીઓની સાથે સાથે આજુબાજુના લોકોને પણ રોગચાળાનો ભય સતાવી રહ્યો છે. દર વર્ષે ચોમાસામાં આજ રીતે પાણી ભરાઈ રહેતા આરોગ્ય કેન્દ્ર ના કર્મચારીઓ અને આજુબાજુના લોકો આ સમસ્યા થી પીડાય છે ત્યારે સ્થાનિક તંત્ર દ્વારા અહીં ભરાઈ રહેતા પાણીના નિકાલ માટે કાયમી વ્યવસ્થા કરવામાં આવી તેવી ગ્રામજનોની માંગ છે

અન્ય સમાચારો પણ છે...