"રોડ નહિ તો વોટ નહિ":ડીસાની હિમાલય સોસાયટીમાં 20 વર્ષથી રોડ નહીં બનતા સ્થાનિકો પરેશાન, રોષે ભરાયેલા લોકોની ચૂંટણી બહિષ્કારની ચીમકી

ડીસા16 દિવસ પહેલા
  • ચોમાસામાં પાણી ભરાઈ જતા સોસાયટીના મુખ્ય રસ્તાઓ કાદવ કીચડ વાળા થાય છે
  • વારંવાર તંત્રને રજૂઆત કરી હોવા છતાં પણ કોઈ પગલાં લેવાયાં નથી

ડીસાની હિમાલય સોસાયટીમાં 20 વર્ષથી રોડ નહીં બનતા લોકો રોષે ભરાયા છે. વારંવાર રજૂઆત બાદ પણ તંત્રએ તેમની વાત ના સાંભળતા આખરે કંટાળેલા લોકોએ જો રોડ નહીં નહીં બને તો વોટ નહીં આપી ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે.

વારંવાર તંત્રને રજૂઆત કરી હોવા છતાં કોઈ નિકાલ નહિ
ડીસામાં માર્કેટયાર્ડ પાછળ આવેલી હિમાલય સોસાયટીના રહીશો રોડ વગર કંટાળી ગયા છે. દર વર્ષે ચોમાસામાં પાણી ભરાઈ જતા સોસાયટીના મુખ્ય રસ્તાઓ કાદવ કીચડ વાળા થઈ જતા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કીચડના કારણે અહીંથી પસાર થતા લોકો પણ ક્યારેક પડી જતા નાની મોટી ઇજાઓ પણ પહોંચે છે. આ માટે સોસાયટીના રહીશોએ વારંવાર તંત્રને રજૂઆત કરી હોવા છતાં પણ નથી તો તેમની સોસાયટીમાં રોડ બનાવ્યો કે નથી આ વિસ્તારના લોકોની કોઈ મુલાકાત લીધી.

રોડ નહીં બને તો અમે વોટ નહીં આપીએ - સ્થાનિક
આખરે કંટાળેલા લોકોએ હવે તંત્ર સામે રોષે ભરાયા છે અને જો સોસાયટીમાં રોડ બનાવવામાં આવે તો આગામી સમયમાં વોટ નહીં આપી ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. સોસાયટીના રહીશ નિકિતાબેન અને ભાવેશભાઈ રાવલે જણાવ્યું હતું કે દર વર્ષે ચૂંટણી આવે ત્યારે વોટ માટે લોકો ખોટા વાયદાઓ આપી જાય છે પરંતુ બાદમાં અમારી સમસ્યા કોઈ હલ કરતું નથી, હવે જો અમારી સોસાયટીમાં રોડ નહીં બને તો અમે વોટ નહીં આપીએ.

અન્ય સમાચારો પણ છે...