અપક્ષ ઉમેદવારની અનોખી લોકપ્રિયતા:ડીસામાં ગ્રામજનોએ 51 હજાર રૂપિયા લોકફાળો એકત્રિત કરી લેબજી ઠાકોરને ચૂંટણી લડવા માટે મદદ કરી

ડીસા4 દિવસ પહેલા

સામાન્ય રીતે કોઈપણ ચૂંટણીમાં પ્રચાર માટે જતા ઉમેદવારને ખર્ચો થતો હોય છે. પરંતુ ડીસામાં અપક્ષ તરીકે ચૂંટણી લડતા ઉમેદવારને ગ્રામજનો લોકફાળો કરી તેમને પૈસા આપી ચૂંટણી લડવા માટે મદદ કરી રહ્યા છે.

લોકફાળો એકત્રિત કરી ઉમેદવારને ચૂંટણી લડવા માટે મદદ કરી
ડીસામાં ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ ન આપતા ઠાકોર સમાજ નારાજ થયો છે, જેથી ભાજપ અને ઠાકોર સમાજના આગેવાન એવા લેબજી ઠાકોરે ભાજપ સામે બળવો કરી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. જેથી ભાજપે તેમને પક્ષમાંથી સસ્પેન્ડ પણ કર્યા છે, પરંતુ આ ઉમેદવારની લોકપ્રિયતા લોકોને ખૂબ જ આકર્ષી રહી છે. આજે ડીસા તાલુકાના સમશેરપુરા ગામે અપક્ષ ઉમેદવાર લેબજી ઠાકોરની જાહેર સભા યોજાઈ હતી. જેમાં ગ્રામજનોએ 51 હજાર રૂપિયા લોકફાળો એકત્રિત કરી ઉમેદવારને ચૂંટણી લડવા માટે મદદ કરી હતી. એટલું જ નહીં અન્ય ગામોમાંથી પણ તેમને આ રીતે જ લોકો મદદ કરતા હોવાનું તેમને જણાવ્યું હતું.

ભાજપ અને કોંગ્રેસને હંફાવી અપક્ષ ઉમેદવારની જીત થશેઃ ભરત ધૂંખે
ઉમેદવાર લેબજી ઠાકોર અને સમર્થક ભરત ધૂંખે જણાવ્યું હતું કે, ઠાકોર સમાજ સાથે ભારતીય જનતા પાર્ટીએ કરેલા અન્યાયનો જવાબ જનતા આપશે અને એટલે જ ગામેગામ લોકો મંડપ સહિતની સ્વયંભૂ જાતે ખર્ચ કરી, લોકફાળો આપી ઉમેદવારને મદદ કરી રહ્યા છે. તે જ બતાવે છે કે, ભાજપ, કોંગ્રેસ બંને પાર્ટીઓને હંફાવી અપક્ષ ઉમેદવારની જીત થશે.

અન્ય સમાચારો પણ છે...