ફરિયાદ:ડીસામાં લોનના હપ્તા કેમ ભરેલ નથી કહી બે શખ્સો બાઇક લઈ છૂ

ડીસા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પૈસા ભરીને ફાયનાન્સ કંપનીમાંથી બાઈક છોડાવાનું કહી છૂ

ડીસાના રાણપુર રોડ ઉપર આવેલી પિન્કસીટી સોસાયટીના યુવક સાથે ફાયનાન્સ કંપનીના નામે બાઇક લઈ ફરાર થતાં ફરિયાદ નોંધાવા પામી છે. ડીસા શહેર ના જલારામ મંદિરથી રાણપુર રોડ ઉપર આવેલી પિન્કસીટી સોસાયટીમાં રહેતા ચેતન સંજયભાઈ બારોટ જલારામ મંદિર પાસે ફોનવાલેની દુકાનમાં નોકરી કરતો હતો. તે દરમિયાન તેણે 30 હજારની કિંમતનો મોબાઇલ એચડીબી ફાઇનાન્સ કંપનીની લોન કરીને લીધો હતો.

બાદમાં ફોનવાલે દુકાનમાંથી નોકરી છોડી દીધી હતી તે સમયે તેના મોબાઈલના ત્રણ હપ્તા ડ્યુ થયા હતા. મંગળવારે ચેતન બારોટ પિન્કસીટીથી જલારામ તરફ આવી રહ્યો હતો તે દરમિયાન અજાણ્યા બે શખ્સોએ તેને ઉભો રખાવી એચડીબી ફાઇનાન્સ લોનના બાકી હપ્તા માટેની ઉઘરાણી કરી હતી અને પાલનપુરમાં આવેલી એચડીબી ફાઇનાન્સની ઓફિસમાં હપ્તા ભરીને બાઈક છોડાવી જવાનું કહી તેનું બાઈક લઈને રફુચક્કર થઈ ગયા હતા. ચેતન બારોટએ ડીસામાં આવેલી એચડીબી ફાઇનાન્સની ઓફિસમાં જઇ તપાસ કરતા પાલનપુરમાં આવી કોઈ જ ઓફિસ ન હોવાનું જાણવા મળતા તેની સાથે ઠગાઇ થયાની જાણ થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...