જજના ઘરે ચોરી કરવી ભારે પડી:ડીસામાં બે શખ્સોએ જજના ઘરે ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો; પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યા

ડીસા2 મહિનો પહેલા

ડીસામાં બે દિવસ અગાઉ પોસ્ટ ઓફીસ પાસે જજના બંધ મકાનના દરવાજાનો નકુચો તોડી અજાણ્યા શખ્સોએ ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ શહેર દક્ષિણ પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે. જેમાં પોલીસે ગણતરીના કલાકોમાં બે આરોપીઓને ઝડપી લીધા છે.

પોલીસની કામગીરી સામે પણ સવાલો
વડોદરામાં જજ તરીકે ફરજ બજાવતા ભાસ્કરભાઈ દવેનું મકાન ડીસામાં પોસ્ટ ઓફીસ પાસે આવેલ છે. જે મકાનમાં બે દિવસ અગાઉ જ રાત્રિના સમયે અજાણ્યા તસ્કરોએ ચોરીનો પ્રયાસ કર્યો હતો. વહેલી સવારે મકાનની બાજુમાં આવેલ અંબાજી મંદિરના પૂજારીએ બે અજાણ્યા શખ્સોને ગેટ કૂદીને બહાર ભાગતા જોતા જ મકાનની દેખરેખ રાખનારા વિશાલભાઈ મેવાડાને જાણ કરી હતી. જે અંગેની ફરિયાદ શહેર દક્ષિણ પોલીસ મથકે નોંધાઇ હતી અને પોલીસે ગણતરીના કલાકમાં જ મકાનમાં ચોરીનો પ્રયાસ કરનારા નવીન માજીરાણા અને ચંદન ઠાકોર નામના બે શખ્સોને પકડી પાડી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે, ઉલ્લેખનીય છે કે ડીસામાં બેકારી કુવા વ્હોળા વિસ્તારમાં પણ પંદર દિવસ અગાઉ અંદાજિત 7 થી 8 લાખ રુપિયાના માલમત્તાની ચોરી થઈ હતી જોકે આ કેસમાં હજુ પોલીસ ચોરનું કોઈ પગેરું મેળવી શકી નથી, ત્યાં જજના મકાનના ચોરીના નિષ્ફળ પ્રયાસમાં પણ પોલીસે ગણતરીના કલાકોમાં જ ભેદ ઉકેલી લેતા પોલીસની કામગીરી સામે પણ સવાલ થઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...