• Gujarati News
  • Local
  • Gujarat
  • Banaskantha
  • Deesa
  • In Disa, Traders Supported The Bandh Announcement Given By The Congress On The Issue Of Inflation, People Protested Against The Government By Stopping Business And Employment.

કોંગ્રેસનું બંધ એલાન:ડીસામાં મોંઘવારી મુદ્દે કોંગ્રેસે આપેલા બંધના એલાનને વેપારીઓનું સમર્થન, ધંધા રોજગાર બંધ રાખી લોકોએ સરકાર સામે વિરોધ દર્શાવ્યો

ડીસા17 દિવસ પહેલા

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આજે કોંગ્રેસ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે. મોંઘવારી ભ્રષ્ટાચાર અને બેરોજગારી જેવી સમસ્યાઓ મામલે સરકારને જગાડવા માટે અને જનતાનો અવાજ સરકાર સુધી પહોંચાડવા માટે લોકોએ પણ કોંગ્રેસને સહકાર આપ્યો હતો. જોકે બંધ કરાવવા નીકળેલા કોંગ્રેસ આગેવાનોની પોલીસે અટકાયત કરી હતી.

છેલ્લા ઘણા સમયથી મોંઘવારી ભ્રષ્ટાચાર અને બેરોજગારીની સમસ્યાએ માજા મૂકી છે. દૂધ છાશ તેલ અને ગેસના બાટલા જેવી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના ભાવ પણ આસમાને પહોંચતા સામાન્ય વ્યક્તિ ત્રસ્ત બન્યો છે. કોરોના બાદ સતત ધંધા રોજગાર પડી ભાંગ્યા છે અને બીજી તરફ મોંઘવારી આસમાને પહોચી હોવાના કારણે લોકોની હાલત કફોડી બની ગઈ છે. જેના વિરોધમાં આજે ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં સવારે 9 થી 12 વાગ્યા સુધી બંધનું એલાન આપવામાં આવ્યું હતું.

ડીસામાં વહેલી સવારથી જ કોંગ્રેસ આગેવાનોએ બંધના એલાને સફળ બનાવવા માટેની પડ્યા હતા તો વેપારીઓએ પણ કોંગ્રેસ આગેવાનોને સમર્થન આપી તેઓ પણ મોંઘવારીથી પીડાતા હોવાની વાત કરી હતી. આ અંગે પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ દેસાઈ પૂર્વ નગરપાલિકા પ્રમુખ વિપુલભાઈ શાહે જણાવ્યું હતું કે, સતત વધી રહેલી મોંઘવારી બેરોજગારી અને ભ્રષ્ટાચારમાં સામાન્ય લોકો પીસાઈ રહ્યા છે અને સરકાર પણ લોકોની પીડાને સમજતી નથી. ત્યારે જનતાના અવાજને સરકાર સુધી પહોંચાડવા માટે આજે આપેલા બંધના એલાને લોકોએ સમર્થન આપીને સફળ બનાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...