ફરિયાદ:ડીસામાં શખ્સે પિસ્તોલથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું

ડીસા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ડીસાના યુવકે પોલીસ ફરિયાદ નોંધાવી
  • યુવકની​​​​​​​ ખબર નહીં હોવાનું કહેતા ચાર શખ્સોએ ધમકી આપી,એક શખ્સે ગાલ ઉપર થપ્પડો માર્યા

ડીસામાં યુવક ક્યાં છે તેની ખબર ન હોવાનું કહેતા ઉશ્કેરાયેલા શખ્સે પોતાની પાસે રહેલી પિસ્તોલથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતુ. જ્યારે બીજાએ ગાલ ઉપર થપ્પડ મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ડીસા નવાવાસ હાથીખાના વિસ્તારમાં રહેતા પ્રદિપ ઉર્ફે વિકી મહેશભાઇ ઠાકોર શનિવારે રાત્રે પોસ્ટઓફિસ નજીક તેમના કાકા નટવરભાઇ ઉર્ફે ચકાભાઇની દુકાને બેઠા હતા.

ત્યારે ડીસા સિંધી કોલોની વિસ્તારમાં રહેતો કિશોરકુમાર કાંતિલાલ લુહાર ઉર્ફે કે. કે. અને શાંતિનગરમાં રહેતો પ્રકાશ ઉર્ફે પકો અમરતભાઇ રાવળ અને અજાણ્યા બે શખ્સો ત્યાં આવ્યા હતા. જ્યાં પ્રકાશ રાવળે કહ્યું હતું કે, સાગર ઠાકોર ક્યાં છે. મારે એનું કામ છે. ત્યારે પ્રદિપ ઠાકોરે મને ખબર નથી તેમ કહેતા તે ઉશ્કેરાઇ જઇ ગાલ ઉપર થપ્પડો મારી હતી.

જ્યારે બહાર ઉભેલા કિશોરકુમાર કાંતિલાલ લુહારે તેની પાસે રહેલી પિસ્તોલથી હવામાં બે-ત્રણ ફાયરિંગ કરી, ઓફિસના દરવાજા ઉપર ફાયરિંગ કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી જતા રહ્યા હતા. આ અંગે પ્રદિપ ઠાકોરે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...