બિનવારસી લાશને મળ્યો અગ્નિદાહ:ડીસામાં હિન્દૂ યુવા સંગઠને બિનવારસી લાશની અંતિમવિધિ કરી; માર્કેટયાર્ડ સામેથી આધેડનો મૃતદેહ મળી આવ્યો હતો

ડીસાએક મહિનો પહેલા

ડીસામાં શનિવારે મળેલી બિનવારસી લાશની ગઈકાલે રવિવારે અંતિમ વિધિ કરાવવામાં આવી હતી. હિન્દુ યુવા સંગઠને સરકારી હોસ્પિટલ ખાતે પીએમ કરાવ્યા બાદ બિનવારસી લાશની શાસ્ત્રોકત વિધિ અનુસાર અંતિમ વિધિ કરી હતી.

પોલીસે હિન્દુ યુવા સંગઠનનો સંપર્ક કરી લાશની અંતિમ વિધિ કરાવી
ડીસામાં ગઈકાલે માર્કેટ યાર્ડ સામેથી એક અજાણ્યા આધેડની બિનવાસી હાલતમાં લાશ મળી આવી હતી. ઘટનાને પગલે આજુબાજુના લોકોએ જાણ કરતાં પોલીસ ત્યાં પહોંચી હતી અને લાશને પીએમ અર્થે ડીસાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી તેના વાલી વારસોની શોધખોળ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક પાલનપુર તાલુકાના વાસણી ગામનો માલસિંહજી ઠાકોર હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસે તેના પરિવારજનો સંપર્ક કરતાં તેમણે કોઈ રસ દાખવ્યો ન હતો. બાદમાં ગઈકાલે પોલીસે હિન્દુ યુવા સંગઠનનો સંપર્ક કરી લાશની અંતિમ વિધિ કરાવી હતી.

અન્ય સમાચારો પણ છે...