ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસો સામે આવતા જ ડીસા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. ડીસા આરોગ્ય વિભાગની ટીમે આજે ડોક્ટર હાઉસમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. સ્વચ્છતા બાબતે બેદરકારી દાખવનાર લોકોને દંડ ફટકાર્યો હતો.
આરોગ્ય વિભાગે સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરી
ડીસા સહીત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસો ધીરે-ધીરે સામે આવી રહ્યાં છે. જેથી ડીસામાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગ ન ફેલાય તેમજ ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસો ન વકરે તે માટે આજે સઘન ચેકિંગ ઝુંબેશ સાથ કરી હતી. ખાસ કરીને ડોક્ટર હાઉસ વિસ્તારમાં આરોગ્ય વિભાગની ટીમે અચાનક તપાસ હાથ ધરતા અનેક જગ્યાએ સ્વચ્છતા બાબતે લોકોની બેદરકારી ધ્યાને આવી હતી. આરોગ્યની ટીમે ડોક્ટર હાઉસમાં આવેલી હોસ્પિટલ, નાસ્તા અને ફ્રૂટની દુકાનો અને લારીઓ સહિત તમામ જગ્યાએ તપાસ કરી હતી અને જ્યાં પણ પાણી ભરાઈને તેમાં પોરા થયા હોય તેમ જ સફાઈ ના અભાવે ગંદકી જોવા મળી હોય તેવા તમામ લોકોને નોટિસ આપી દંડ ફટકાર્યો હતો. તપાસ અંગે મેડિકલ ઓફિસર ડો. કે પી દેલવાડીયા એ જણાવ્યું હતું કે, ડીસા શહેરમાં રોગચાળો ન ફેલાય અને ડેન્ગ્યુ અને મેલેરીયા જેવા કેસોને ઉગતા જ ડામી શકાય તે માટે આજે સગન તપાસ શરૂ કરે છે અને જે પણ લોકો સ્વચ્છતા બાબતે બેદરકારી રાખે છે તેવા તમામ લોકોને દંડ ફટકાર્યો છે. ચોમાસામાં કોઈપણ જગ્યાએ પાણી ન ભરાઈ રહે અને ગંદકી ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તેમજ સ્વચ્છતા રાખશે તો જ લોકો પોતાના પરિવારને રોકચાળાથી બચાવી શકશે તે માટે લોકોને સલાહ પણ આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.