દર્શન કરી જીત માટે પ્રાર્થના કરી:ડીસામાં કોંગ્રેસ ઉમેદવારે ત્રણ હનુમાન મંદિરે મહાઆરતી કરી;આજુબાજુના અનેક લોકોએ ભાગ લીધો

ડીસા17 દિવસ પહેલા

ડીસામાં ત્રણ હનુમાન મંદિર ખાતે આજે શનિવાર નિમિત્તે મહાઆરતીનું આયોજન કરાયું હતું. કોંગ્રેસના ઉમેદવારે પણ મહાઆરતી કરી જીત માટે પ્રાર્થના કરી હતી. આ મહાઆરતીમાં આજુબાજુમાંથી અનેક લોકોએ ભાગ લીધો હતો.
કોંગ્રેસ આગેવાનો ઉપસ્થિત રહી મહાઆરતીમાં જોડાયા
​​​​​​​
વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે ત્યારે ઉમેદવારો જીત માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે. ઘરે ઘરે જઈ મતદારોને રીઝવવા માટે અવનવી તરકીબો અજમાવી રહ્યા છે ત્યારે ડીસામાં આજે ત્રણ હનુમાન મંદિર ખાતે મહાઆરતીનું આયોજન કરાયું હતું. જેમાં કોંગ્રેસના ઉમેદવાર સંજય દેસાઈએ પણ મહાઆરતીનો લાભ લીધો હતો. આ પ્રસંગે ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પ્રકાશચંદ્ર ભરતીયા સહિત કોંગ્રેસ આગેવાનો ઉપસ્થિત રહી મહાઆરતીમાં જોડાયા હતાં. ઉમેદવાર સંજય દેસાઈએ મહાઆરતી બાદ દર્શન કરી જીત માટે પ્રાર્થના કરી હતી.

અન્ય સમાચારો પણ છે...