AAPનો જનસંવાદ કાર્યકમ:ડીસામાં આપ નેતા ગોપાલ ઇટલીયાએ વેપારીઓ સાથે જન સંવાદ, લોકોની સમસ્યાઓ અંગે ચર્ચા કરાઈ

ડીસા17 દિવસ પહેલા

બનાસકાંઠાના ડીસામાં આજે આપ પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ વેપારીઓ સાથે જન સંવાદ કર્યો હતો. જેમાં વેપારીઓએ જીએસટી, અધિકારીઓની હેરાનગતિ, આરોગ્ય, ટ્રાફીક સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. વિધાનસભાની ચૂંટણી નજીક આવતાની સાથે આમ આદમી પાર્ટી દ્વારા ગરીબ અને મધ્યમવર્ગના લોકો, વેપારીઓ અને ઉદ્યોગકારોને પડતી મુશ્કેલીને લઈને વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ પણ ગુજરાતની વારંવાર મુલાકાત લઈ જનતાને વિવિધ પ્રકારની ગેરંટી આપવામાં આવી રહી છે.

જે અંતર્ગત આજે ડીસા શહેરમાં લાઇન્સ હોલ ખાતે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ વેપારીઓ સાથે જનસંવાદ કાર્યકમ યોજાયો હતો. જેમાં ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં વેપારીઓએ તેમની મુશ્કેલીઓને જનસંવાદ કાર્યકમમાં રજૂ કરી હતી. જનસવાદ કાર્યકમમાં મધ્યાહન ભોજન સંચાલકોની સમસ્યા, જીએસટીવી, અધિકારીની દાદાગીરી, ગૌશાળા સંચાલકોની સમસ્યા સહિત લોકોએ વિવિધ પ્રશ્નો રાજુ કરતા ગોપાલ ઈટાલિયાએ તમામ વેપારીઓ અને જનતા સાથે સીધોજ સંવાદ કર્યો હતો.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો ગરીબ અને મધ્યમવર્ગના લોકો સાથે તમામ ગુજરાતીની જનતાને સુખાકારી સુવિધાઓ ઉપલબ્ધ થાય તેવી યોજનાઓ અમલમાં મુકવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. આ કાર્યક્રમમાં કોંગ્રેસ-ભાજપના પૂર્વ હોદ્દેદારો, વેપારીઓ, ખેડૂતો અને પૂર્વ અધિકારીઓ મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...