વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભર્યું:ડીસામાં આમ આદમી પાર્ટીના ઉમેદવારે વિજયના વિશ્વાસ સાથે ફોર્મ ભર્યું

ડીસા3 મહિનો પહેલા

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાન માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે ત્રીજો દિવસ છે. ત્યારે ડીસાથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ડો.રમેશ ચૌધરી આજે બપોરે વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.

બેઠકની ચૂંટણી માટે પોતાનું ઉમેદવારી ફોર્મ રજુ કર્યું
ગુજરાતમાં જેમ જેમ વાતાવરણમાં ઠંડીનો માહોલ જામી રહ્યો છે. તેમ તેમ વિધાનસભાની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો પણ મજબૂત પક્કડ પકડી રહ્યો છે. વાત કરીએ ડીસા વિધાનસભા મત વિસ્તારની, તો બીજા તબક્કાના મતદાન માટે ઉમેદવારી ફોર્મ ભરવાના પ્રથમ દિવસે કોંગ્રેસ અને બીજા દિવસે ભાજપના ઉમેદવાર દ્વારા ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ આજે ત્રીજા દિવસે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ડો. રમેશ ચૌધરી દ્વારા ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યું છે. ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા ડીસા ખાતે આવેલા ચૌધરી સમાજના છાત્રાલય ખાતે આમ આદમી પાર્ટી દ્વારા આશીર્વાદ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમના સમર્થકો સાથે ડીસાની નાયબ કલેક્ટર કચેરી ખાતે પહોંચી ડીસા વિધાનસભા બેઠકની ચૂંટણી માટે પોતાનું ઉમેદવારી ફોર્મ રજુ કર્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...