લગ્નની લાલચ આપી સગીરાને ભગાડી:ડીસામાં ખેતમજૂરે દીકરીનું અપહરણ થયાની ફરિયાદ નોંધાવી, પોલીસે સગીરા અને યુવકની શોધખોળ હાથ ધરી

ડીસાએક મહિનો પહેલા

ડીસામાં એક યુવકે ખેતમજૂરની સગીર દીકરીને લગ્ન કરવાની લાલચે ભગાડી ગયો હોવાની ઘટના સામે આવી છે. જે મામલે સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવતા ડીસા તાલુકા પોલીસે શોધખોળ હાથ ધરી છે.

ડીસા તાલુકાના વાસણા ગોળીયા ગામે ખેતમજૂરી કરી ગુજરાન ચલાવતા એક પરિવારની સગીર દીકરીને એક યુવક લગ્નની લાલચ આપી ભગાડી ગયો છે. રાત્રિના સમયે પોતાની દીકરી તેના ખાટલામાં ન દેખાતા પિતાએ શોધખોથી હાથ ધરી હતી. બીજા દિવસે પણ શોધખોળ બાદ પણ દીકરી મળી આવી ન હતી. તેમજ તપાસ કરતા ગામમાં રહેતો જીગર ઠાકોર નામનો યુવક પર શંકા જતા તે પણ મળી આવ્યો હતો. જેથી સગીરાના પિતાએ લગ્નની લાલચે દીકરીને ભગાડી જઈ અપહરણ કર્યું હોવાની ફરિયાદ નોંધાવી હતી. ડીસા તાલુકા પોલીસે ફરિયાદના આધારે યુવક અને સગીરાની શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...