અનંત ચતુર્દશી વ્રત ઉથાપનની ઉજવણી:ડીસામાં 46 ભૂદેવોએ એક દિવસ ઉપવાસ કરી અન્યને 14 ગાંઠ વાળો દોરો બાંધી વ્રત ઉજવ્યું

ડીસા22 દિવસ પહેલા

ડીસામાં આજે પંચપરગણા શ્રીમાળી બ્રાહ્મણ સમાજ દ્વારા અનંત ચતુરદશી સામૂહિક વ્રત ઉધાપનની ઉજવણી કરાઈ હતી. જેમાં 46 ભૂદેવોએ ભાગ લઈ 14 ગાંઠ વાળો દોરો બાંધી વ્રત ઉજવ્યું હતું.

બ્રાહ્મણ સમાજમાં અનંત ચતુર્દશીનું વ્રતનું ખૂબ જ મહત્વ હોય છે. વિષ્ણુ ભગવાનના આશીર્વાદ મેળવવા માટે મોટાભાગના ભૂદેવ આ વ્રત કરતા હોય છે. જેમાં આજે પંચ પરગણા શ્રીમાળી બ્રાહ્મણ સમાજ દ્વારા સામુહિક વ્રત ઉધાપનની ઉજવણી કરાઈ હતી, જેમાં 46 ભૂદેવોએ ભાગ લીધો હતો. સામાન્ય રીતે પાંડવોના સમયથી કરવામાં આવતા વ્રતમાં ભૂદેવ 14 વર્ષ સુધી વ્રત કરી દર વર્ષે 14 લોકોને દોરો બાંધી વ્રત કરાવે છે અને 14 વર્ષે બાદ 14 ગાંઠવાળો દોરો બાંધી વ્રતની ઉજવણી કરે છે.

ડીસામાં આજે આ સામૂહિક ઉજવણીમાં સમસ્ત પંચપરગણા શ્રીમાળી બ્રાહ્મણ સમાજના ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. તેમજ વ્રત કરનાર લોકોને પણ આશીર્વાદ આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...