ડીસામાં આજે રવિવારના રોજ સમાલ ગોળ દરજી સમાજના સમૂહ લગ્ન યોજાયા હતાં. જેમાં 16 નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતાં. સમાજના દાતાઓ તરફથી નવદંપતિઓને વિવિધ ભેટ આપવામાં આવી હતી.
સમૂહ લગ્ન સફળ બનાવ્યા
ડીસા APMC માર્કેટ ખાતે સમાલ ગોળ દરજી સમાજના સમૂહ લગ્નોત્સવ યોજાયા હતાં. જેમાં સમૂહ લગ્નમાં 16 નવ યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યાં હતા. સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ આસારામ દરજી અને સમાલ ગોળ દરજી સમાજ પ્રમુખ સોમા દરજી અને તમામ કમિટી મેમ્બરોએ ભારે જહેમત ઉઠાવીને સમૂહ લગ્ન સફળ બનાવ્યા હતા. જ્યારે નવદંપતિને આશીર્વાદ પાઠવી 45 દાતાઓ દ્વારા કન્યાઓને ભેટ આપવામાં આવી હતી.
નવદંપતીઓને આશીર્વાદ આપ્યા
જ્યારે મંડપના દાતા ડો. હસમુખ થરાવાળા જમણવારના દાતા બાબુ અજમલ દરજી અને પાનેતરના દાતા રમેશ અંબારામ દરજી દ્વારા આપવામાં આવ્યું હતું. આજે યોજાયેલા સમુહલગ્નમાં મોટીસંખ્યામાં સમાજના આગેવાનો, હોદ્દેદારો, કાર્યકર્તાઓ સહિત સમાલ દરજી સમાજના લોકો ઉપસ્થિત રહીને નવદંપતીને આશીર્વાદ પાઠવ્યા હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.