આત્મહત્યા:ડીસામાં યુવકે અગમ્ય કારણે ફાંસો ખાઇને આપઘાત કર્યો

ડીસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાણપુર રોડ પરની બીકે ગેલેક્ષી સોસાયટીની ઘટના
  • એક મહિનાની બાળકીએ પિતાની છત્રછાયા ગુમાવી

ડીસાના રાણપુર રોડ ઉપર આવેલી બીકે ગેલેક્સીમાં શુક્રવારે એક યુવકે પંખા સાથે ઓઢણી બાંધી આત્મહત્યા કરી હતી. આ અંગે ડીસા શહેર ઉત્તર પોલીસે ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતી. ડીસા શહેરના રાણપુર રોડ ઉપર આવેલ બીકે ગેલેક્સી સોસાયટીમાં રહેતા જયેશ ઉર્ફે રાવડી કિશનભાઇ ધોબીએ પોતાના રહેણાંક મકાનમાં અગમ્ય કારણોસર પંખા પર ઓઢણી બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

ઘટનાના પગલે આસપાસના લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. યુવકે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરતા એક મહિનાની બાળકીએ તેના પિતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો હતો. ડીસા શહેર ઉત્તર પોલીસની ટીમ દોડી આવી મૃતકની લાશને ડીસા સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...