કાર્યવાહી:ડીસામાં નશામાં ચકચાર યુવકને લોકોએ થાંભલા સાથે બાંધી દીધો

ડીસા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મારવાડી મોચીવાસ વિસ્તારના લોકોએ યુવકને પોલીસને સોંપ્યો

ડીસાના મારવાડી મોચીવાસ વિસ્તારમાં યુવક નશાની હાલતમાં ચકચૂર બનેલા યુવકને દોરડા વડે થાંભલા સાથે બાંધી અને ડીસા ઉત્તર પોલીસને હવાલે કર્યો હતો. ડીસા સહિત આજુબાજુના અનેક ગામોમાં દારૂના નશામાં ચકચૂર બનેલા લોકોના ત્રાસના કારણે સ્થાનિક લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે ડીસાના મારવાડી મોચીવાસ વિસ્તાર ખાતે પણ ગોધરાનો રહેવાસી વિજય મકવાણા નામનો યુવક નશાની હાલતમાં ચકચૂર બની આમ તેમ ફરતો હતો.

જેથી આજુબાજુના સ્થાનિક લોકોએ તેની પૂછતાછ કરવાની શરૂઆત કરી હતી પરંતુ વિજય મકવાણાએ યોગ્ય જવાબ ન આપતા સ્થાનિક લોકોએ તેને થાંભલા સાથે બાંધી રાખ્યો હતો. જે બાદ મોડે સુધી તેને કોઈ પ્રકારે યોગ્ય જવાબ ન આપતા આખરે સ્થાનિક લોકોએ તેને ડીસા ઉત્તર પોલીસ મથકે તેને સોંપી દેવામાં આવ્યો હતો. આ ઘટનાના પગલે મારવાડી મોચીવાસ વિસ્તારમાં લોકો ઉમટી પડ્યા હતા અને આ યુવકને પોલીસ હવાલે કરવામાં આવતા સ્થાનિક લોકોએ રાહત અનુભવી હતી.

અન્ય સમાચારો પણ છે...