ડીસા પંથકમાં ફરી તસ્કરોએ માથું ઊંચક્યું:ભીલડીમાં પાંચ દુકાનમાં ચોરી, ત્રણ જગ્યાએ તસ્કરોનો નિષ્ફળ પ્રયાસ, 2 દુકાનમાંથી તોડફોડ કરી પરચુરણ ચોરી ગયા

ડીસાએક મહિનો પહેલા

ડીસા પાસે આવેલા ભીલડીમાં મોડી રાત્રે અજાણ્યા તસ્કરોએ પાંચ દુકાનોને નિશાન બનાવી હોવાની ઘટના સામે આવી છે. જેમાં ત્રણ દુકાનોમાં નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. જ્યારે બે દુકાનમાં તિજોરીમાં તોડફોડ કરી પરચુરણ ચોરી જતા ભીલડી પોલીસે તપાસ હાથ ધરી છે.

ડીસા પંથકમાં એક અઠવાડિયાના વિરામ બાદ ફરી તસ્કરોએ માથું ઊંચક્યું છે. જેમાં ભીલડી ગામે મોડી રાત્રે અજાણ્યા તસ્કરોએ પાંચ દુકાનોને નિશાન બનાવી હતી. અજાણ્યા તસ્કરોએ મોરારજી માર્કેટયાર્ડમાં આવેલી પાંચ દુકાનોના સટર તોડી ચોરીનો પ્રયાસ કર્યો હતો. જેમાં હિંગળાજ ટ્રેડિંગ, ક્ષેમકેરી ટ્રેડિંગ અને ભવન ટ્રેડર્સમાં ચોરીનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો. જ્યારે સેમોજ કૃપા ટ્રેડિંગ અને મોદી ટ્રેડર્સમાંથી તસ્કરો તિજોરી તોડીને તેમાં પડેલી પરચુરણની ચોરી કરી ગયા હતા. વહેલી સવારે પેઢીના માલિકોને જાણ થતાં જ તેઓએ પોલીસને જાણ કરી હતી. ઘટનાને પગલે ભીલડી પોલીસે બનાવ સ્થળે પહોંચી અજાણ્યા તસ્કરોની શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...