ડીસા નગરપાલિકા ચીફ ઓફિસરની જગ્યા ભરાઈ:પંકજ બારોટની બદલી થતા બનાસકાંઠામાં તેમની ત્રીજીવાર એન્ટ્રી; રાજ્યની 42 નગરપાલિકાઓમાં ચીફ ઓફિસર પણ બદલાયા

ડીસા17 દિવસ પહેલા
  • કૉપી લિંક

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લાની ત્રણ નગરપાલિકામાં ચીફ ઓફિસરની બદલી કરવામાં આવી છે. જેમાં ઇન્ચાર્જ ચીફ ઓફિસરની જગ્યાએ હળવદ ખાતે ફરજ બજાવતા પંકજ બારોટને ડીસા નગરપાલિકાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.પંકજ બારોટ બનાસકાંઠામાં અગાઉ પાલનપુર અને થરાદ નગરપાલિકાના ચાર્જમાં રહી ચૂક્યા છે. ત્યારે હવે ડીસા નગરપાલિકામાં તેમની બદલી થતા બનાસકાંઠામાં તેમની ત્રીજી વાર એન્ટ્રી થઈ છે

રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ દ્વારા રાજ્યની 42 નગરપાલિકાઓમાં ચીફ ઓફિસરની બદલી કરવામાં આવી છે. જે અંતર્ગત ડીસા નગરપાલિકામાં પણ ચીફ ઓફિસર તરીકે પંકજ બારોટને મૂકાયા છે. ડીસા નગરપાલિકામાં અત્યાર સુધી ભાભરના ચીફ ઓફિસર સદામ હુસેન અંસારીને વધારાનો ચાર્જ સોંપયો હતો. તેમને હવે ભાભરથી બદલી કરી ઓડ નગરપાલિકા ખાતે મૂકાયા છે. ડીસા નગરપાલિકામાં છેલ્લા નવ માસથી ચીફ ઓફિસરની જગ્યા વધારાના ચાર્જમાં હતી.

અન્ય સમાચારો પણ છે...