મુસાફરોને લાભ:ભુજ -બાંદ્રા ટ્રેન સેવા આજથી શરૂ થતાં ખુશી

ડીસા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડીસાવાસીઓ રેલવે સેવા થકી 275 રૂપિયામાં સુરતની સફર માણી શકશે
  • કોરોના કાળ દરમિયાન બંધ કરાયેલી ટ્રેન રેલવે વિભાગ દ્વારા ચાલુ કરાઈ

કોરોના મહામારી દરમિયાન સરકાર દ્વારા અનેક રેલ સેવાઓ બંધ કરવામાં આવી હતી. જે પૈકીની ભુજ - બાંદ્રા ટ્રેન સેવા આજથી શરૂ થતા ઉત્તર ગુજરાતના યાત્રિકોમાં ખુશીની સાથે સાથે ખાનગી વાહનોની મોંઘી મુસાફરી સામે સલામત અને સુરક્ષિત રેલ સેવા શરૂ થતાં યાત્રિકોને મહદઅંશે રાહત થશે.

આ અંગે ડીસા ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના માનંદ મંત્રી અને ડીસાના અગ્રણી વેપારી હસમુખભાઈ વેદલીયા (શાહ) એ જણાવ્યું હતું કે કોરોના મહામારી દરમિયાન રેલવે વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત સહિત બનાસકાંઠા અને ડીસા શહેરના યાત્રિકો માટેની અતિ મહત્વની ગણાતી ભુજ - બાંદ્રા રેલ સેવા બંધ કરવામાં આવી હતી. જે ટ્રેન કેન્દ્ર તાજેતરમાં જ શરૂ કરવામાં આવી છે.

ભુજ - બાંદ્રા ટ્રેન નંબર 12960 અને ગાંધીધામ - બાંદ્રા ટ્રેન નંબર 12966 ગાંધીધામથી ઉપડી સોમવારે રાત્રે 10-53 કલાકએ ડીસા, ત્યાંથી પાલનપુર અને સવારે 7-15 કલાકે સુરત અને 12-15 કલાકે બાંદ્રા (મુંબઈ) પહોંચશે. દર સોમવારે અને શુક્રવારે આ રેલ સેવાનો લાભ મળશે. આ ઉપરાંત ટ્રેન નંબર 12959 અને 12965 દર શનિવાર અને ગુરૂવારના રોજ બાંદ્રા (મુંબઈ) થી બપોરે 4-45 વાગે પ્રસ્થાન કરીને 8-23 વાગે સુરત અને વહેલી સવારે 3-39 કલાકે ડીસા રેલવે સ્ટેશન પહોંચશે.

જ્યારે ભુજ - પાલનપુર ટ્રેન નંબર 20928 દરરોજ સવારે 11-05 કલાકે ભુજથી ઉપડીને સાંજે 5-35 કલાકે પાલનપુર પહોંચશે તેમજ પાલનપુર - ભુજ ટ્રેન નંબર 20927 પાલનપુરથી બપોરે 1-10 કલાકે ઉપડી 1-32 કલાકે ડીસા અને સાંજે 7-40 કલાકે ભૂજ પહોંચશે. જેથી ડીસા, બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતના યાત્રિકોએ સસ્તી અને સલામત રેલ સેવાનો લાભ લેવા ડીસા ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના માનંદ મંત્રી હસમુખભાઈ વેદલીયા (શાહ) એ અપિલ કરી હતી.નોંધનીય છેકે આ ટ્રેન ચાલુ કરવામાં આવતા ઉત્તર ગુજરાતના મુસાફરોને ખૂબ લાભ મળશે.

અન્ય સમાચારો પણ છે...