વરસાદ:ડીસામાં ઉકળાટ બાદ બે કલાકમાં અડધો ઇંચ વરસાદ

ડીસા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દાંતીવાડામાં 2, પાલનપુરમાં 1 અને કાંકરેજ પંથકમાં 1 મીમી વરસાદ વરસ્યો

જિલ્લામાં શનિવારે ભારે ઉકળાટ બાદ ડીસા સહિત આસપાસના પંથકમાં બપોર બાદ વરસાદી ઝાપટું પડતા બે કલાકમાં અડધો ઇંચ વરસાદ થતાં ચારે તરફ પાણી પાણી જ પાણી જોવા મળ્યું હતું. વરસાદ બાદ ગરમી સામે આંશિક રાહત મળી હતી. જ્યારે દાંતીવાડામાં 2, પાલનપુરમાં 1 અને કાંકરેજમાં 1 મીમી વરસાદ નોંધાયો હતો.

ડીસા શહેર તેમજ આસપાસના વિસ્તારમાં વહેલી સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા અને ગરમી વચ્ચે ભારે ઉકળાટ અને બફારાથી લોકો ત્રસ્ત થઈ ઉઠ્યાં હતાં. ત્યારે શનિવારે બપોરે 2 થી 4 ના સમયમાં 4 મીમી જ્યારે 4 થી 6 ના સમયમાં 13 મીમી વરસાદ પડતાં ઠંડા પવન સાથે વરસાદી માહોલ જામ્યો હતો.ઝાપટા પડતાં મુખ્ય રસ્તાઓ ઉપર પાણી જ પાણી ભરાઈ જવા પામ્યું હતું. બપોરે 4 થી 6 ના સમયમાં દાંતીવાડા 2, પાલનપુર અને કાંકરેજ 1-1 મીમી વરસાદ નોંધાયો હતો.

આગાહી - આગામી 7 દિવસમાં વરસાદની સંભાવના
તા.10 જુલાઇ : હળવા ઝાપટાંથી લઇ 20 મીમી સુધીના વરસાદની શક્યતા
11 જુલાઇ : 70 મીમી સુધીના સાર્વત્રિક વરસાદની શક્યતા, મહેસાણામાં વરસાદનું જોર વધુ રહી શકે છે
12 જુલાઇ : 40 મીમી સુધીના વરસાદની શક્યતા, સાબરકાંઠામાં વરસાદનું જોર વધુ રહી શકે છે.
13 જુલાઇ : વરસાદનું જોર ઘટી શકે છે. છુટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા.
14 જુલાઇ : 40 મીમી સુધીના વરસાદની શક્યતા, મહેસાણા, સાબરકાંઠા અને બનાસકાંઠાને જોડતાં સરહદી વિસ્તારોમાં વરસાદનું જોર રહી શકે છે.
જુલાઇ : 40 મીમી સુધીના સાર્વત્રિક વરસાદની શક્યતા, રાજસ્થાનની સરહદી વિસ્તારમાં આવેલા સાબરકાંઠા-અરવલ્લીના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા.
જુલાઇ : 40 મીમી સુધીના સાર્વત્રિક વરસાદની શક્યતા

અન્ય સમાચારો પણ છે...