શ્રમજીવી પરિવારને નુકસાન વેઠવાનો વારો:ડીસામાં હેર કટિંગની દુકાનમાં શોર્ટ સર્કિટથી આગ; માલસામાન બળીને ખાખ, ઘટનામાં જાનહાનિ ટળી

ડીસાએક મહિનો પહેલા

ડીસા તાલુકાના આસેડા ગામે હેર કટિંગની દુકાનમાં આગ લાગતા અફરાતફરી સર્જાઈ હતી. આગ લાગતા દુકાનનો માલસામાન બળીને ખાસ થઈ જતા દુકાન માલિકને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે બનાવને પગલે આજુબાજુના લોકો દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.

ડીસા પાટણ હાઈવે પર આવેલ આસેડા ગામે હેર કટિંગની દુકાનમાં આકસ્મિક આગ લાગતા અફરાતફરી સર્જાઈ હતી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા દુકાનમાં પડેલી ટેબલ, ખુરશી, કાચ સહિત હેર કટિંગનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. સવારે બંધ દુકાનમાં આગ લાગતા સદનસીબે જાનહાનિ ટળી હતી. ઘટનાને પગલે દુકાન માલિક સહિત આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગના કારણે દુકાનનો તમામ સામાન બળીને ખાખ થઈ જતા દુકાન માલિક હિતેશભાઈ નાયી અને મહેશભાઈ નાયીને અંદાજીત 30 હજારથી વધુનું નુકસાન થયું છે. શ્રમજીવી પરિવારને આગના કારણે રોજી છિનવાઈ જતા માથે આભ ફાટી પડ્યુ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

અન્ય સમાચારો પણ છે...