સ્ટેટ લેવલની સ્પર્ધામાં ભાગ લેશે!:ડીસામાં ગુજરાત 7 બ્લોક ખોખો સ્પર્ધા યોજાઈ, 13 જિલ્લામાંથી 150 ભાઈ-બહેનોએ ભાગ લીધો

ડીસા20 દિવસ પહેલા

ડીસામાં આજે ગુજરાત 7 બ્લોક ખોખો સ્પર્ધા યોજાઈ હતી. જેમાં 13 જિલ્લામાંથી 150 જેટલા ભાઈ બહેનોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ખેલાડીઓ સ્ટેટ લેવલની સ્પર્ધામાં રમવા જશે.

7 બ્લોક ખો-ખો એસોસિએશન ગુજરાત અને સંસ્કાર ફાઉન્ડેશન ડીસાના સયુંકત ઉપક્રમે શેઠ એલ.એચ.માળી આદર્શ હાઇસ્કુલ માલગઢ ખાતે 7 બ્લોક ખો-ખો જુનિયર અને સિનીયર ભાઈઓ અને બહેનોની સ્પર્ધા યોજાઈ હતી. આ સિલેકશન સ્પર્ધામાં અલગ અલગ 13 જિલ્લામાંથી 150 ખેલાડી ભાઈ બહેનોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે સંસ્કાર ફાઉન્ડેશનના એમ.ડી. ભરતભાઈ સોલંકી ખેલ મહાકુંભ કન્વીનર વસ્તાભાઈ પટેલ 7 બ્લોક ખો ખો સેક્રેટરી મનીષભાઈ માળી ખજનચી મુકેશભાઈ પઢીયાર કોચ જીતુભાઇ માળી ઉપસ્થિત રહ્યા હતા. આ સ્પર્ધામાં સારું પરફોર્મન્સ બતાવનાર ખેલાડી ભાઈ બહેનો આગળ સ્ટેટ લેવલની સ્પર્ધામાં ભાગ લેવા જશે.

અન્ય સમાચારો પણ છે...