વિધાનસભા ચૂંટણીની તડામાર તૈયારી:ડીસા માટે આપે ડૉ. રમેશ પટેલને ઉમેદવાર તરીકે જાહેર કર્યા; જિલ્લામાં ડીસા અને દિયોદર એમ બે બેઠક પર ઉમેદવારના નામ જાહેર

ડીસા18 દિવસ પહેલા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. જો કે હજુ ચૂંટણીનું જાહેરનામું બહાર પડ્યું નથી, ત્યારે આમ આદમી પાર્ટીએ સૌપ્રથમ તેમના ઉમેદવારો જાહેર કરી અન્ય પાર્ટીઓથી પોતે આગળ છે તેવી સાબિતી આપી છે. જ્યારે આજે આમ આદમી પાર્ટીએ વધુ 10 ઉમેદવારોની જાહેરાત કરી હતી. જેમાં ડીસા વિધાનસભા માટે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ ડો. રમેશ પટેલને ઉમેદવાર બનાવ્યા છે.

આમ આદમી પાર્ટીએ વધુ 10 ઉમેદવારોની જાહેરાત કરી
ડીસા વિધાનસભા બેઠક માટે આમ આદમી પાર્ટીએ ડો. રમેશ પટેલની જાહેરાત કરી છે. ડો. રમેશ પટેલ શરૂઆતથી આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છે. તેઓ અને હાલ જિલ્લા પ્રમુખ પદે કાર્યરત છે. જ્યારે તેઓ બનાસકાંઠાના સૌથી મોટા સમાજ ચૌધરી સમાજમાંથી આવે છે. તેઓ ડીસામાં ઓર્થોપેડિક ડોક્ટર છે અને પોતાની પરિવાર ઓર્થોપેડિક હોસ્પિટલ ધરાવે છે. તેઓ યુવાન છે તેમજ વિસ્તૃત મિત્ર મંડળ ધરાવે છે. તેમના નામની જાહેરાત કરી આમ આદમી પાર્ટીએ પોતાની ચાણક્યનીતિ સાબિત કરી છે. જેથી હવે ભાજપ અને કોંગ્રેસ બંનેને પણ ઉમેદવારોની જાહેરાત કરતા પહેલા તેમની રણનીતિ બદલવી પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. ત્યારે આ વખતે ડીસા વિધાનસભાની ચૂંટણીમાં ત્રિકોણીય જંગ સર્જાય અને તે ખૂબ રસપ્રદ બની રહે તેવી સ્થિતિ સર્જાવાની પૂરેપૂરી શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...