માંગણી:ગૌશાળા અને પાંજરાપોળને રૂ. 500 કરોડની સહાય સરકાર તાત્કાલિક ચુકવે: સંચાલકો

ડીસા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડીસાની કાંટ પાંજરાપોળ ખાતે 170 ગૌશાળા-પાંજરાપોળના સંચાલકોની બેઠક
  • આગામી 25 તારીખે પશુઓને સરકારી કચેરીઓમાં સોંપી દેવાની ચીમકી

સરકાર દ્વારા તાજેતરમાં જ સમગ્ર ગુજરાતમાં 500 કરોડની ગૌશાળા તેમજ પાંજરાપોળને સહાય આપવાની જાહેરાત કરી હતી. પરંતુ છેલ્લા પાંચ મહિનાથી સરકાર દ્વારા ગૌશાળા પાંજરાપોળના સંચાલકોને એક રૂપિયાની સહાય ન ચૂકવતા સોમવારે બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે આવેલ કાંટ પાંજરાપોળ ખાતે 170 થી વધુ ગૌશાળા-પાંજરાપોળના સંચાલકોની બેઠક યોજાઈ હતી. જો તાત્કાલિક સરકાર સહાય નહીં ચુકવે તો 25 તારીખથી ઉગ્ર આંદોલન છેડાશે તેવી ગૌશાળા પાંજરાપોળ સંચાલકોએ ચીમકી ઉચ્ચારી હતી.

ગુજરાતમાં તાજેતરમાં યોજાયેલા બજેટમાં સરકાર દ્વારા ગુજરાતની તમામ ગૌશાળા તેમજ પાંજરાપોળને 500 કરોડની સહાય આપવાની જાહેરાત કરી હતી. પરંતુ છેલ્લા પાંચ મહિનાથી ગુજરાતની તમામ ગૌશાળા તેમજ પાંજરાપોળના સંચાલકોને એક પણ રૂપિયાની સહાય આપવામાં ન આવતા ગૌશાળા તેમજ પાંજરાપોળના સંચાલકોએ અનેકવાર સ્થાનિક તેમજ ઉચ્ચ અધિકારીઓ સુધી રજૂઆત કરી છે. પરંતુ સરકાર દ્વારા નિર્ણય ન લેવાતા આખરે સોમવારે બનાસકાંઠા જિલ્લાની 170 થી વધુ ગૌશાળા તેમજ પાંજરાપોળના સંચાલકોની ડીસાની કાંટ રાજપુર પાંજરાપોળ ખાતે બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં ગૌશાળા પાંજરાપોળના સંચાલકોએ સરકારને 24 તારીખનું અલ્ટીમેટમ આપ્યું હતું. આ તમામ ગૌશાળા પાંજરાપોળના સંચાલકો જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી સરકાર તાત્કાલિક ધોરણે સહાય ચૂકવે તેવી રજૂઆત કરશે. અને જો સરકાર દ્વારા સહાયની ચુકવણી કરવામાં નહીં આવે તો 25 તારીખે તમામ પશુઓને નજીકની સરકારી કચેરીઓમાં સરકારને સોંપી દેવાની ગૌશાળા પાંજરાપોળના સંચાલકોએ ચીમકી ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...