ડીસાના શિવાલયો ભક્તોથી ઉભરાયા:શ્રાવણ મહિનાના પહેલા દિવસથી શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા

ડીસા20 દિવસ પહેલા

ડીસાના શિવાલયો આજે ભક્તોથી ઉભરાયા છે. શ્રાવણ મહિનાના પહેલા દિવસથી જ શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા છે. મંદિરોમાં વહેલી સવારથી જ શિવજીની પૂજા આરાધના માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી લાગી હતી.

શ્રાવણ મહિનો એટલે શિવજીની ભક્તિ અને આરાધનાનો મહિનો
આજે શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે ડીસાના તમામ શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા છે. ડીસામાં આવેલ પાતાળેશ્વર મહાદેવ, શિવધામ, નીલકંઠ મહાદેવ, ત્રણ હનુમાન મંદિર , તોપખાના મહાદેવ, રીસાલેશ્વર મહાદેવ, ભૂતેશ્વર મહાદેવ , જલારામ સંકુલમાં આવેલ રામેશ્વર મહાદેવ સહિતના શિવાલયોમાં શિવજીની પૂજા માટે ભક્તોએ વહેલી સવારથી લાઈનો લગાવી હતી. શિવજીના આશીર્વાદ મેળવવા માટે ભક્તોએ બિલીપત્ર, પુષ્પ, દૂધ, ઘી, દહી, અત્તરથી પૂજા અર્ચના કરીએ ફળ અર્પણ કર્યા હતા અને દૂધ, પંચામૃત ,મધ, નાગકેસર, ગંગાજલ વગેરેનું અભિષેક કરવામાં આવ્યો હતો. શ્રાવણ મહિનાનો પ્રથમ દિવસ હોવાથી શિવાલયોમાં પ્રથમ પ્રહોરથી પૂજા શરૂ થઈ હતી. જે મોડી રાત્રે છેલ્લા પ્રહોર સુધી ચાલશે. સમગ્ર શ્રાવણ માસન દરમિયાન શિવાલયમાં નિત્ય સેવા પૂજા કરનાર ભક્તોએ આજે બ્રાહ્મણો પાસેથી પૂજાના સંકલ્પ લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...