ડીસા શહેરના મોદી સમાજના યુવકો દ્વારા ડીસાથી સરીપડા પગપાળા યાત્રા સંધમાં મોદી સમાજના આગેવાનો તેમજ ભાઈ - બહેનો મોટી સંખ્યામાં લગભગ 400 ઉપરોક્ત ભાવિક ભક્તો આ પગપાળા સંઘમાં જોડાયા હતા.
મોદી સમાજના આગેવાન શાંતિલાલ હેરૂવાલા ચેરમેન પીપલ્સ બેંક), અશોકભાઈ પાવાલા (વાઈસ ચેરમેન પીપલ્સ બેંક), એમ.ડી. કાન્તીલાલ કાનુડાવાળા, જયેશભાઈ નાસરીવાળા, વિનોદચંદ્ર હેરૂવાલા તેમજ સહયોગ મંડળીના ચેરમેન મુકેશભાઈ પંચીવાલા, મોદી સમાજના પ્રમુખ કનુભાઈ ભરતીયા, કરીયાણા એસોસિએશનના વાઈસ ચેરમેન ઈશ્વરલાલ ચોખાવાળા, દિનેશભાઈ પંચીવાળા (ભગત) તેમજ સમાજના મોટી સંખ્યામાં ભાઈઓ - બહેનો જોડાયા હતા.
આ સંધ નારસુગા વિરદાદાના મંદિરે બપોરે પહોચી ગયો હતો. આ પગપાળા સંઘને ડીસાથી મોટા ગામમાં થઈને કુંભાસણ, વેડચા થઈને સરીપડા પગપાળા સંઘ શ્રી નારસુગા વિરદાદાના દર્શન કરી ભાવિકોએ ભોજન પ્રસાદનો લાભ લઈ એક અનેરો ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો. ડીસાથી સરીપડા જતા આ પગપાળા સંઘનુ ઠેર ઠેર સ્વાગત તેમજ ભાવિ ભક્તો દ્વારા ચા, નાસ્તો, ઠંડા પીણા, આઈસ્ક્રીમ પાણીની બોટલ વગેરે લોકોને પ્રેમથી આપીને આનંદભેર શ્રી નારસુગા વિરદાદાના નારા સાથે આખા રસ્તા પર ધાર્મિક વાતાવરણ જોવા મળ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.