ફરિયાદ:ડીસા છત્રાલાની બનાસ નદીમાં કવોરી સંચાલક ઉપર ચાર શખ્સોનો હુમલો

ડીસા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાલુકા પોલીસે ચાર શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ

ડીસા તાલુકાના છત્રાલા ગામથી પસાર થતી બનાસ નદીમાં કવોરી ચલાવતાં સંચાલક ઉપર ગાડીમાં આવેલા ચાર શખ્સોએ હુમલો કરી ઈજાઓ પહોંચાડી હતી. આથી હુમલાખોરોનો ભોગ બનનારએ ડીસા તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

કાંકરેજના રાનેર ગામે રહેતા અને ડીસાના છત્રાલા ગામે બનાસ નદીમાં કવોરી ચલાવતા રાજેશકુમાર પીરાજી ઠકકર (ઉ.વ. 48) રવિવારે રાત્રે આઠેક વાગ્યાના સમયે પોતાનું મોટર સાયકલ લઈ કવોરીથી રાનેર તરફ આવી રહ્યા હતા.

જે દરમિયાન સમૌ ગામની નહેરના રસ્તા ઉપરથી પસાર થતા પાછળ આવી રહેલા કિયા કાર ચાલકે હોર્ન મારતા તેઓએ બાઇક સાઈડમાં ઉભું રાખેલ અને તે દરમિયાન પાછળ આવી રહેલા કાર ચાલક તેમની નજીક આવી કાર ઉભી ચારે શખ્સોએ મોઢું બાંધી નીચે ઉતરી એક ઇસમે તેમેન કહેલ કે તું અહીંયાથી આ રસ્તે કેમ નીકળે છે તેમ કહી અપશબ્દો બોલવા લાગ્યાં હતાં. જો કે રાજેશભાઇએ ગાળો બોલવાની ના પાડતા હુમલો કર્યો હતો.

જપાજપી દરમિયાન એક શખ્સના મોઢેથી બાંધેલું કપડું છૂટી જતા તે શખ્સ વિષ્ણુજી શકરજી ઠાકોર ઊંઝા હોવાનું જણાયું હતું. જોકે હુમલામાં પગલે રાજેશભાઇએ બુમો પાડતા આસપાસના લોકો દોડી આવતા કાર લઈ ફરાર થઈ ગયા હતાં. આ અંગે ડીસા તાલુકા પોલીસ મથકે વિષ્ણુજી શંકરજી ઠાકોર (રહે, વિશોળ, તા. ઊંઝા) સહિત ચાર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...