કાર ફંગોળાઈને ઝાડીમાં ફેંકાઈ:ડીસામાં સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા વળાંકમાં કારે પલટી મારતા ચાર લોકોને ગંભીર ઇજા પહોંચી

ડીસા14 દિવસ પહેલા
  • ઇજાગ્રસ્તોને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા

ડીસા પાટણ હાઈવે પર આવેલ આસેડા ગામ પાસે વળાંકમાં કાર પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કારમાં બેઠેલા ચાર લોકોને ગંભીર ઈજા પહોંચ હતી. ઘટનાને પગલે સ્થાનિક લોકોએ ઇજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

ડીસા પાટણ હાઈવે પર આવેલ આસેડા ગામ પાસે આજે એક કારનો અકસ્માત સજાયો હતો. પાટણ તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલા કાર ચાલકે આસેડા ગામ પાસે આવેલ વળાંકમાં સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી ખાઈ ગઈ હતી. કાર એટલી પુરઝડપે આવતી હતી કે પાંચ ગોટેડમા ખાઈને સાઈડમાં આવેલ ઝાડીમાં ફંગોળાઈ ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર એક મહિલા સહિત કુલ ચાર લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. બનાવને પગલે આજુબાજુના ગ્રામજનો અને ત્યાંથી પસાર થતા વાહચાલકોએ તાત્કાલિક રાહત કામગીરી શરૂ કરી ઇજાગ્રસ્તોને કારમાંથી બહાર કાઢ્યા હતા અને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...