મારામારીનો લાઇવ વીડિયો:ડીસામાં કિશોરીની છેડતીની અદાવતમાં ચાર શખ્સોએ યુવકની ગાડી પર ધોકા વડે હુમલો કર્યો

ડીસા6 દિવસ પહેલા
  • યુવકની ગાડીની તોડફોડ કરી હુમલો કરનાર શખ્સો સામે ફરિયાદ નોંધાય

ડીસામાં ગઈકાલે કોર્ટ સંકુલ પાસે એક યુવક પર ચાર શખ્સોએ જાહેરમાં હુમલો કરી ગાડીની તોડ કરી ગંભીર ઇજા પહોંચાડતા ચાર લોકો સામે ફરિયાદ નોંધાય છે. ડીસા શહેર દક્ષિણ પોલીસે બે નામ સહિત કુલ ચાર લોકો સામે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અઠવાડિયા અગાવ છેડતીની ફરિયાદ થઈ હતી
ડીસાના દીપમાલા શોપિંગ સેન્ટરમાં આવેલ નીલકંઠ ટ્રેડિંગના વેપારી ખેતાજી સોલંકી પર ગઈકાલે કોર્ટ સંકુલ પાસે ચાર શખ્સોએ હુમલો કરવા મામલે ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. ખેતાજી સોલંકી સામે અઠવાડિયા અગાઉ 14 વર્ષીય કિશોરીની છેડતી બાબતે ફરિયાદ થઈ હતી. જોકે જામીન પર છૂટ્યા બાદ ખેતાજી ગઈકાલે તેમના વકીલને મળવા માટે ડીસા કોર્ટમાં આવ્યા હતા અને ત્યાંથી પરત જઈ રહ્યા હતા. તે સમયે આજાણ્યા ચાર શખ્સોએ કોર્ટ સંકુલ પાસે તેમની ગાડીને આંતરીને ઉભી રખાવી હતી અને એકટીવા અને બાઈક સવાર ચાર શખ્સોએ ધોકા વડે તેમની ગાડીના કાચ તોડી હુમલો કર્યો હતો.

ચાર લોકો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી
હુમલામાં ખેતાજી માળીને હાથ અને માથાના ભાગે ગંભીર બીજા પહોંચી હતી. આ મારામારીની ઘટનાનો લાઇવ વિડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત ખેતાજીને સારવાર અર્થે ડીસાની સરકારી હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. ઈજાગ્રસ્તે હુમલો કરનાર ચેતન માળી, લાલા માળી સહિત ચાર લોકો સામે ફરિયાદ નોંધાવતા ડીસા શહેર દક્ષિણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...