વિકાસકામો કાગળ પર થતાં હોવાનો આક્ષેપ:ડીસાના વડલાપુરામાં વિકાસ કામોમાં ગેરરીતિ મામલે માજી સરપંચે TDOઓને લેખીત રજૂઆત કરી

ડીસા20 દિવસ પહેલા

ડીસા તાલુકાના વડલાપુરા ગામે વિકાસ કામોમાં ભ્રષ્ટાચાર થતો હોવાની ફરિયાદ થઈ છે. ગામના માજી સરપંચ દ્વારા વિકાસનાં કામો કાગળ પર થતાં હોવાના ગંભીર આક્ષેપો સાથે તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી છે. તેમજ ગામના વિકાસકામો અંગે ગામના આગેવાનો અને ગ્રામજનોને પૂરેપૂરી જાણકારી હોવી જોઈએ તેવી વ્યવસ્થા ઉભી કરવાની માંગ કરી હતી.

છેલ્લા કેટલાય સમયથી ગામ પંચાયત કચેરીઓમાં વિકાસનાં કામોમાં ભષ્ટ્રાચાર થતો હોવાની બુમરાણ ઉઠવા પામી છે. ત્યારે આજે ડીસા તાલુકાના વડલાપુરા ગ્રામ પંચાયતના માજી સરપંચે પણ ગ્રામ પંચાયત કચેરી દ્વારા થતાં વિકાસનાં કામોમાં ગેરરીતિ અને કોઈપણ જાતની લોકોને જાણકારી આપ્યા વગર વિકાસનાં કામો કાગળ પર થતાં હોવાને લઇને તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં ફરિયાદ કરી છે.

માજી સરપંચ માવજીભાઈ રાઠોડે જણાવ્યું હતું કે, વડલાપરા ગામે તેઓ સરપંચ પદે હતા, ત્યારે દરેક વિકાસનાં કામોને લઈને ચુંટાયેલા સભ્યો અને ગ્રામજનો સાથે મળીને કામો થતાં હતાં. પરંતુ અત્યારે વડલાપરા ગામ પંચાયત દ્વારા વિકાસનાં કામો કરવા માટે કોઈ સભા બોલાવવામાં આવતી નથી અને કોઈ જાણકારી પણ આવતાં નથી. જેથી તેમની માંગણી છે કે, ગામ પંચાયત કચેરી દ્વારા થતાં વિકાસનાં કામોની માહિતી દરેક નાગરીક સુધી પહોંચે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...