તમામ 17 ઉમેદવારોના ફોર્મ માન્ય:ડીસામાં ફોર્મની ચકાસણી પ્રક્રિયા હાથ ધરાઈ; શનિવારે-સોમવારે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ

ડીસા3 મહિનો પહેલા

ડીસા વિધાનસભા બેઠક પર આજે ઉમેદવારોના ફોર્મ ચકાસણી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં 17 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જે તમામ ફોર્મ ચકાસણી બાદ માન્ય રહ્યાં હતા.

શનિવારે-સોમવારે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ
ડીસા વિધાનસભા બેઠક માટે કુલ 17 વ્યક્તિઓએ 24 ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. જેમાં ડમી ઉમેદવારોને બાદ કરતાં તમામ ફોર્મ માન્ય રહેવા પામ્યા હતા. ડીસા વિધાનસભાની ચૂંટણીમાં ફોર્મ ભરવાના અંતિમ દિવસ સુધીમાં કુલ 17 વ્યક્તિઓએ 24 ફોર્મ ભર્યા હતા. જેમાં કેટલાક ઉમેદવારોએ ડબલ ફોર્મ ભર્યા હતા. જેમાં ડમી ઉમેદવારો પણ હતા. ત્યારબાદ શુક્રવારે ફોર્મ ચકાસણી થતા ડમી ઉમેદવારો અને એક્સ્ટ્રા ફોર્મ રદ થતાં 17 વ્યક્તિમાંથી હવે 15 ઉમેદવારો બાકી રહ્યાં છે. ફોર્મ ચકાસણી દરમિયાન તમામ ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યાં હતા. જોકે ડબલ ફોર્મ અને ડમી ફોર્મ રદ થતાં હવે કુલ 15 ઉમેદવારો બાકી રહ્યાં છે. શનિવારે અને સોમવારે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હોવાથી ચૂંટણી ચીત્ર સ્પષ્ટ થશે.

અન્ય સમાચારો પણ છે...